બેદરકાર તંત્ર:પાસપોર્ટ રિન્યુ કરાવવાનું કહી ગઠિયો પાકિસ્તાન ભાગી ગયો, ગજીન્દર 90 લાખની ઠગાઇનો આરોપી છે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હીમાં રહેતા અને મૂળ પાકિસ્તાનના ઠગ સામે સુરતમાં 90 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયા હતો. આ કેસમાં જામીન મળ્યા બાદ આરોપી પાસપોર્ટ લોંગટર્મ માટે રિન્યુ કરાવવાનું કહીને પાકિસ્તાન ભાગી ગયો હોવા સંદર્ભની રજૂઆત સાથે આરોપીના જામીન રદ કરવા માટે ફરિયાદ પક્ષના વકીલ વિરલ મહેતાએ કોર્ટમાં અરજી કરી છે. આગામી દિવસમાં સુનાવણી કરાશે. સિટીલાઇટ ખાતે રહેતા હરજીતસિંઘ છાબડા પાસેથી દિલ્હી ખાતે રહેતા ગજીન્દર જસબીર સિંગે 90 લાખનો દુપટ્ટા-લેડિઝ શુટનો માલ લઇ પેમેન્ટ કર્યું નહતંુ. આ બાબતે ગુનો દાખલ પાંડેસરા પોલીસે પોલીસે ગજીન્દરની ધરપકડ કરી હતી.

કોર્ટના હુકમ બાદ આરોપીએ પાસપોર્ટ જમા કરાવ્યો હતો. બાદમાં 50 હજારની સિક્યોરિટી ડિપોઝિટ પર આરોપીને જામીન મળતા તેણે લોંગ ટર્મ વિઝા મેળવવા પાસપોર્ટ માંગ્યો હતો. કોર્ટે વિઝા બાદ પાસપોર્ટ ફરી કોર્ટમાં જમા કરાવવાની શરત રાખી હતી. પાસપોર્ટ મળ્યા બાદ આરોપી ગાયબ જ થઈ ગયો હતો.આરોપી દિલ્હીમાં જ્યાં રહેતો હતો ત્યાંનું રહેઠાણ પણ તેણે બદલી કરી નાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...