આપઘાત:સુરતમાં FY BAની વિદ્યાર્થિનીએ ઘરમાં ફાંસો ખાધો, પતિના મોત બાદ દીકરીના સુસાઈડથી માતા શોકમાં ગરક

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવતીએ ઘરમાં જ એકલતાનો લાભ લઈ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો હતો.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
યુવતીએ ઘરમાં જ એકલતાનો લાભ લઈ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો હતો.(ફાઈલ તસવીર)
  • યુવતીના આપઘાતનું કોઈ કારણ બહાર ન આવતાં તપાસ શરૂ

સુરતના ડીંડોલી વિસ્તારમાં FY BAની એક વિદ્યાર્થિની ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા માતા શોકમાં સરી પડી હતી. એક વર્ષ પહેલાં પતિના મૃત્યુ બાદ દીકરીના આપઘાતને લઈ શોકનો માહોલ ઉભો થયો હતો. જોકે વિદ્યાર્થિનીના આપઘાતનું કોઈ કારણ બહાર ન આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકની માતા સાડી પર ટીકિ લગાવે છે
મૃતકના પિતરાઈ ભાઈ પંકજ પાટીલએ જણાવ્યું હતું કે, કાકા રાજેન્દ્ર પાટીલનું એક વર્ષ પહેલાં જ નિધન થયું હતું. ત્યારબાદ કાકી ગુજરાન ચલાવવા સાડી પર ટીકિ લગાડવાનું કામ કરતા હતા. એકની એક બહેન અશ્વિની માતાના કામમાં મદદરૂપ થતી હતી. સાથે સાથે FY BA માં અભ્યાસ કરતી હતી.

ઘરમાં એકલતા મળતાં ફાંસો ખાધો
અશ્વિની ગુરુવારની મોડી સાંજે ઘરમાં એકલતામાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા માતા શોકમા ગરકાવ થઈ ગઈ હતી. તાત્કાલિક પોલોસ અને સંબંધીઓ ને જાણ કરી હતી. ડીંડોલી પોલીસે સ્થળ તપાસ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. અશ્વિની ની આપઘાત પાછળ નું કોઈ કારણ બહાર આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...