તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:કુંભારિયામાં કિશોરી પર ફુવા અને તેના ભાઇએ રેપ કર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કુંભારિયાની 16 વર્ષીય કિશોરી પર તેના ફુવા અને ફુવાના ભાઈએ બળાત્કાર કર્યો હતો. કુંભારિયાની રીના(નામ બદલ્યું છે)ના માતાપિતા બાળપણમાં ગુજરી જવાથી હાલમાં તેના સગા પાસે રહે છે. 8 માસ પૂર્વે તે તેની ફાેઇ સારીકા (નામ બદલ્યું છે) સાથે રહેતી હતી. સારીકાએ એકરામ અલી સાથે લગ્ન કર્યા છે. દિવાળી વખતે એકરામનો ભાઇ આરીફ ઝારખંડથી આવ્યો હતો.

આરીફે રીનાને એકલી જોઇ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. 1 મહિના બાદ રીના સાથે તેના ફુવાએ દુષ્કર્મ કર્યું હતું. બાદમાં તેણેે રીના સાથે વારંવાર રેપ કરતાં તે ગર્ભવતી થઇ હતી. જેની જાણ રીનાએ સગાને કરી હતી. શનિવારે ફોઇએ રીનાનો ગર્ભપાત કરાવતા તેની તબિયત ખરાબ થતાં તેણીના સગાએ પોલીસને જાણ કરી હતી. પુણા પીઆઇ વી.યુ.ગડરિયાએ રેપ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સારીકા અને એકરામની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...