તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:બારડોલીમાં 9 દિવસમાં જ 200ના કોવિડ મુજબ અંતિમ સંસ્કાર કરાયા

સુરત14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સરકારી ચોપડે જિલ્લામાં 33ના કોરોનાથી મોત

શહેરમાં ચાલતી કોરોના દર્દીઓના મોતના આંકડા છૂપાવવાની ગતિવિધિ જિલ્લામાં લાંબા સમયથી ચાલતી હોવાની વિગતો સામે આવી છે. જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે છેલ્લા 9 દિવસમાં 806 વ્યક્તિના કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 9 દિવસમાં 33 જ મોત બતાવતા જિલ્લામાં ચાલી રહેલી આંકડાની રમતને લઈ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. સરકારી આંકડા સામે વિવિધ ગામોના તલાટી, સરપંચ તેમજ ગામના અન્ય આગેવાનોએ શંકા વ્યક્ત કરી છે.

જિલ્લામાં પ્રોટોકોલ મુજબ 806ની અંતિમવિધિ
શહેરમાં સરકાર દ્વારા કોરોનામાં મોત થયાના જાહેર કરવામાં આવતા આંકડા અને કોવિડ ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવતા અંતિમસંસ્કાર વચ્ચે મોટો તફાવત સામે આવ્યો છે. જિલ્લામાં પ્રોટોકોલ મુજબ 806ની અંતિમવિધિ કરાઈ છે.

ઓક્સિજનની સ્થિતિ સામે પણ સવાલ ઉભા
અગાઉ કોંગ્રેસ અગ્રણી દર્શન નાયકે તંત્ર દ્વારા સુરત જિલ્લાની કરવામાં આવતી અવગણના બાબતે સવાલો ઉભા કર્યા હતા.નાયકે જણાવ્યું હતું કે, જિલ્લામાં તંત્ર દ્વારા પોઝિટિવ દર્દીઓ માટે કરવા જોગ વ્યવસ્થા કરવામાં આવી નથી.ખાનગી હોસ્પિટલો બેફામ લૂંટ ચલાવી રહી છે. લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે તંત્ર ફક્ત નામની જ કામગીરી કરી રહી છે.

માંડવીમાં વધુ મોત
તાલુકોઅંતિમ સંસ્કાર
કામરેજ65
માંડવી191
મહુવા47
કામરેજ52
ઉમરપાડા8
ઓલપાડ77
ચોર્યાસી79
પલસાણા87
બારડોલી192
બારડોલી નગર8

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો