કોરોના બેકાબૂ:જુલાઇની સરખામણીમાં ઓગસ્ટમાં અંતિમસંસ્કાર 49% ઘટ્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સ્મશાન ભૂમિમાં બદલાયેલી સ્થિતી

ઓગસ્ટની શરૂઆત સાથે જ કોરોના ઠીલો પડયો છે. આ ઉપરાંત હોસ્પિટલો પછી તે પ્રાઇવેટ હોય કે સરકારી ખાલી ભાંસી રહી છે. એટલે શહેરમાં કોરોના તેના પીક સુધી પહોંચી ગયો હોય એવું તબીબી સૂત્રો પણ જણાવી રહ્યા છે. ગત જુલાઈ મહિનાની વાત કરીએ તો શહેરમાં 4486 જેટલાં અંતિમ સંસ્કાર થા હતા, જ્યારે ઓગસ્ટ મહિનામાં મૃત્યુઆંકમાં ઘટાડો આવ્યો છે અને મૃત્યુઆંક 46 ટકા નીચે થઈ 2440 સુધી પહોંચી ગયો છે. કોટ વિસ્તારમાં આવેલાં નાનપુરાના એક કબ્રસ્તાનની વાત કરીએ તો ત્યાં જુલાઇ મહિનામાં 18 દફનવિધી હતી તેની સામે ઓગસ્ટમાં અત્યાર સુધી એક જ દફનવિધિ થઈ છે. જેની પરથી બદલાયેલી પરિસ્થિતિનો ખ્યાલ આવે છે.

સ્મશાન ગૃહજુલાઈઓગષ્ટ
કુરુક્ષેત્ર864439
રામનાથ ઘેલા1135730
અશ્વનીકુમાર23581230
રાંદેરના ત્રણ કબ્રસ્તાન14040
નાનપુરા માર્કેટ181
અન્ય સમાચારો પણ છે...