• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Grishma Funeral In Surat Longer Than 2 Km, On The 12 Km Route, People Showered Flowers On The Road And Paid Tribute

ડ્રોન વીડિયો:સુરતમાં ગ્રીષ્માની 2 કિમીથી લાંબી અંતિમયાત્રા, 12 કિમીના રૂટ પર રસ્તામાં ઠેર-ઠેર લોકોએ ફૂલોનો વરસાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી

સુરત6 મહિનો પહેલા
ઘરની બહાર નીકળીને લોકોએ ગ્રીષ્માના પાર્થિવદેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી. - Divya Bhaskar
ઘરની બહાર નીકળીને લોકોએ ગ્રીષ્માના પાર્થિવદેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી.
  • યાત્રામાં જેટલા પણ લોકો હાજર રહ્યા હતા દરેકની આંખ ભીની જોવા મળી

સુરતમાં કામરેજના પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ નામના યુવક દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ગ્રીષ્માની આજે અંતિમયાત્રા નીકળી હતી. મૃતક યુવતીના પિતા આફ્રિકા હોવાથી અંતિમ યાત્રામાં મોડું થયું હતું. 12મી ફેબ્રુઆરી શનિવારે સાંજના સમયે ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી. આજે ઘરથી 12 કિમી દૂર અશ્વિનીકુમાર સ્મશાન સુધીની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બે કિમી લાંબી આ અંતિમયાત્રામાં રસ્તામાં ઠેર-ઠેર લોકોએ ફૂલોનો વરસાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી. યાત્રામાં જેટલા પણ લોકો હાજર રહ્યા હતા દરેકની આંખમાં ભીની જોવા મળી હતી.

ગ્રીષ્માના પાર્થિવદેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી
ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી. પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ હતી.ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ બહેનને જવતલ હોમવાની જગ્યાએ મુખાગ્નિ આપી હતી.બીજી તરફ સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકોએ આરોપીને ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી. ગ્રીષ્માની અંતિમયાત્રા પોલીસ-બંદોબસ્ત સાથે ઘરેથી નીકળી હતી. રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. ઘરની બહાર નીકળીને લોકોએ ગ્રીષ્માના પાર્થિવદેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી, સાથે જ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. કરપીણ હત્યા કરનારાને આકરામાં આકરી સજા આપવામાં આવે એવી પણ માગ લોકોએ કરી હતી.

બે કિલોમીટર લાંબી લાઈન લાગી
સ્મશાનયાત્રામાં લોકો બાઈક અને કાર સહિતનાં વાહનોમાં જોડાયા હતાં, જેથી રસ્તા પર બે કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ હતી. તેથી રસ્તાને એક તરફથી પોલીસે બંધ કરી દેવાની ફરજ પડી હતી. સવારના સમયે કોવિડ પછી આટલી મોટી લાંબી લાઈન અશ્વિનીકુમાર સ્મશાન પાસે ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જોવા મળી હતી.

અંતિમયાત્રાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અંતિમયાત્રાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા
અંતિમયાત્રાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરી હતી. જેથી આ ઘટનાને લઈને લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથે જ ગ્રીષ્માના પરિવાર પ્રત્યે લોકો સહાનૂભૂતિ દાખવી રહ્યા છે. સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું તેની માતા અને ભાઈની નજર સામે સરાજાહેર ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે.

રસ્તા પર લોકોએ બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ પાઠવી.
રસ્તા પર લોકોએ બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ પાઠવી.

ગ્રીષ્માની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી
છેલ્લા ઘણા દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. યુવકે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પપ્પાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા.
રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા.

પરિવારને ઝડપથી ન્યાય મળે તેવી માગણી કરી
હત્યારા યુવકનો આંતક આ સુધી સિમિત રહ્યો ન હતો. મોડેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી અને ત્યાર બાદ હાથની નસ કાપી ઝેરી ગોળી ખાઈ લીધી હતી. આરોપીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. આ ઘટનાથી સૌરાષ્ટ્ર સમાજના આગેવાનોએ આજે પોલીસ કમિશ્નર અજય તોમરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં ગ્રીષ્માની હત્યાનો ઉલ્લેખ કરી પરિવારને ઝડપથી ન્યાય મળે તેવી માંગણી કરી હતી.