તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
21 ફર્મના આધારે 219 કરોડના બોગસ બિલિંગ ટ્રાન્ઝેક્શન અને 40 કરોડની આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) ઉસેટી તેને પાસઓન કરવા મામલે આરોપી ઉમંગ પટેલની SGST વિભાગે ધરપકડ કરી હતી. આરોપીએ મુખ્યત્વે બિલ્ડિંગ મટિરિયલ્સના ધંધામાં બોગસ બિલ પાસ કર્યા હતા. આ બિલ લેનારા અનેક બિલ્ડરો પણ છે. ડિપાર્ટમેન્ટની લિસ્ટ મુજબ 100થી વધુ બિલ્ડરોએ બોગસ બિલ લીધા છે. સમગ્ર કાંડમાં જયરાજ રાયનું નામ માસ્ટર માઇન્ડ તરીકે સામે આવ્યું છે. જેની શોધખોળ વિભાગ દ્વારા શરૂ કરાઇ છે.
નોંધનીય છે કે આરોપી ઉમંગ પટેલ કોરોના થયા બાદ ભાગી ગયો હતો. સોમવારે આરોપીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જે કોર્ટે નકારી દીધા હતા અને જયુડિશિયલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. એસજીએસટી વિભાગને મળેલી બાતમીના આધારે સમગ્ર રાજયમાં દરોડા પાડયા હતા જેમાં 21 પેઢીમાં ગોબાચારી સામે આવી હતી. તપાસ કરતાં પડદા પાછળ ઉમેશ પટેલનું નામ સામે આવ્યું હતું . 21 પૈકી 9 પેઢીમાંથી કોઈપણ પ્રકારના ઇનવર્ડ સપ્લાય વગર ખોટી રીતે વેરાશાખ લેવાઈ હતી.
બિલિંગમાં કઇ ફર્મ સામેલ
કનૈયા ટિમ્બર્સ,યશ એન્ટરપ્રાઇઝ,સ્વસ્તિક કોર્પોરેશન,શિવશક્તિ મેટલ્સ, શિવમ એન્ટરપ્રાઇઝ, મહાદેવ સેલ્સ, શિવમ કાર્ટીંગ, શિવ ટ્રેડર્સ, નવ વિધિ કોર્પોરેશન, દર્શ કોર્પોરેશન, શ્રીજી ટ્રેડિંગ, જયરાજ ટ્રેડર્સ, JSR ટ્રેડિંગ, જય એન્ટરપ્રાઇઝ, ક્રિષ્ના કોર્પોરેશન, શ્રી એન્ટરપ્રાઇઝ, હરિહર સેલ્સ, અક્ષર ટ્રેડર્સ, કે કે સેલ્સ એજન્સી સેલ્સ, પ્રમુખ ટ્રેડિંગ.
બિલ્ડિંગ મટિરિયલ્સના બિલ અપાયા હતા
આરોપીએ મુખ્યત્વે બિલ્ડિંગ મટિરિયલ્સને લગતા બિલ જ સપ્લાય કર્યા હતા. જેનો લાભ અનેક બિલ્ડરો અને કોન્ટ્રાકટરોએ લીધો છે. કુલ 40 કરોડની આઇટીસી લેવામાં આવી હોય હવે ડિપાર્ટમેન્ટ તેની રિકવરીમાં લાગ્યુ છે અને કેટલાંક બિલ્ડરોને સમન્સ પણ ઇશ્યુ કરવામાં આવ્યા છે. સોમવારે એસજીએસટી અધિકારી હાર્દિક દરજીએ આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં બચાવ પક્ષે એડવોકેટ કેતન રેશમવાલાએ રિમાન્ડ અરજીનો વિરોધ કર્યો હતો.
બાતમીદારો સતત પાછળ લગાવ્યા હતા
આરોપીને ત્યાં વિભાગે સપ્ટેમ્બર, 2019માં દરોડા પાડયા હતા, બાદમાં તેને ચાર થી વધુવાર સમન્સ પણ આપવામાં આવ્યા હતા, પરંતુ તે હાજર થતો નહતો, કોરોના કાળમાં હાજર થયા બાદ તેનુ સ્ટેટમેન્ટ લેવાની પ્રોસેસ ચાલુ હતી અને આ દરમિયાન આરોપીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. 14 દિવસ બાદ હાજર રહેવા જણાવાયુ હોવા છતાં આરોપી ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હતો. જેથી તેની પાછળ બાતમીદાર લગાવવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.