રેલવેના સ્ક્રેપ કૌભાંડ કેસ:રેલવેના સ્ક્રેપ કૌભાંડમાં ભાગેડું ત્રણેય સિનિયર ઇજનેરની અંતે શરણાગતિ, 2 દિવસના રિમાન્ડ

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી સંજય પાંડે, પંકજ અને નિરંજનને આરપીએફ 9 દિવસથી શોધી રહી હતી

સુરત રેલવે સ્ટેશને રેલવે સ્ક્રેપ બારોબાર વેચી દેવાના કેસમાં ફરાર સુરત રેલવેના ત્રણ સિનિયર એન્જિનિયરો 9 દિવસ બાદ આખરે આરપીએફ સમક્ષ હાજર થઇ ગયા હતા.આ ત્રણેય એન્જિનિયરો 25 એપ્રિલથી પોલીસથી બચવા માટે ભાગતા ફરતા હતા. સિનિયર સેક્શન એન્જિનિયર સંજય પાંડે અને સિનિયર સેક્શન એન્જિનિયર પંકજ તેમજ નિરંજન હેરાફેરીમાં સામેલ હતા.

આ કેસમાં અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરાઇ છે. જેમાં ગ્રુપ ડીના 3 કર્મીને સસ્પેન્ડ કરાયા છે. એન્જિનિયરોએ જામીન મેળવવા માટે હાઈકોર્ટ સુધી નજર દોડાવી હતી.પરંતુ ત્રણેય જામીન મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.જેના કારણે અંતે આરપીએફ સમક્ષ હાજર થઇ ગયા હતા.

ફરાર ઇજનેરોનો ઓડિયો પણ વાયરલ થયો હતો
આ કેસમાં ફરાર ત્રણ એન્જિનિયરનો ઓડિયો પણ વાયરલ થયો હતો જેમાં ત્રણેય શાહરૂખ અને રાહુલને આગળ કરીને મામલો ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે. ઓડિયોમાં રાહુલ નામનો વ્યક્તિ કહી રહ્યો છે કે અમે મુંબઈ હેડક્વાર્ટર સુધી વાત કરી છે. આરપીએફ ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પુષ્પેન્દ્ર કુમાર તેમજ આરપીએફ ઈન્ચાર્જ અનિલ યાદવે 10 લાખની ઓફર કરી છે. પરંતુ તેમણે ના પાડી દીધી છે.

ત્રણેય એન્જિનિયરોને બે દિવસના રિમાન્ડ
ત્રણેય એન્જિનિયર સ સિનિયર સેક્શન એન્જિનિયર (PWEI) સંજય પાંડે અને સિનિયર સેક્શન એન્જિનિયર (IOW) પંકજ અને નિરંજન બુધવારે બપોરે RPF સુરત ઑફિસમાં હાજર થઇ ગયા હતા.તેઓને સાંજે 6 કલાકે રેલ્વે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના બે દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા કોર્ટે રિમાન્ડ મંજુર રાખ્યા હતા.

12 જામીન મુક્ત
સાબીર અને ભંગાર ખરીદવા બદલ રેલવે કોન્ટ્રાક્ટરની 25 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી.આ મામલે સલીમ સહિત 7 મજૂરો અને ગ્રુપ ડીના ત્રણ કર્મચારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.જેમને બે દિવસ પહેલા રેલ્વે કોર્ટમાંથી જામીન મળ્યા છે.જે પૈકી ત્રણ રેલકર્મચારીઓને હાલમાં જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને હવે નાસતા ફરતા ત્રણેય એન્જિનિયર ધરપકડ કરવામાં આવી છે.

આવી રીતે થયું હતું ભંગાર કૌભાંડ
માર્ચમાં સાબીરે 4 ટન ભંગાર સલીમને વેચી દીધો હતો. જ્યારે 23 અને 24 એપ્રિલે તેણે ફરીથી 4 ટન ભંગાર વેચ્યો હતો અને 25 એપ્રિલે તે ફરીથી વેચવા ગયો હતો. બાતમીના આધારે સુરત RPF ક્રાઈમ બ્રાંચે સચિન ખાતે સલીમની દુકાનથી રેલવેનો ભંગાર કબજે લીધો હતો. જેમાં સાબીર અને સલીમ ઉપરાંત 7 મજૂરોની ધરપકડ કરાઇ હતી. ભંગારનું કૌભાંડ રેલવે કર્મીઓ અને કોન્ટ્રાક્ટરના મેળાપીપણામાં કરાયું હતું. જેમાં રેલવેકર્મીઓએ પૈસા કમાવવાના લોભમાં કોન્ટ્રાકટરનો સાથ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...