તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આખરે અતુલે શરણાગતિ સ્વીકારી:ભાગતો ફરતો વેકરિયા સુરત પોલીસ સમક્ષ હાજર, કોરોના થતાં સિવિલમાં દાખલ કર્યો; 14 દિવસ પછી ધરપકડ થશે

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • અતુલને પકડવા પોલીસે સુરત-અમદાવાદમાં દરોડા પાડ્યા હતા, નેગેટિવ રિપોર્ટ બાદ કોર્ટમાં રજૂ કરાશે

12 દિવસ પૂર્વે અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ વેસુમાં દારૂ પીને કાર ચલાવી મોપેડસવાર યુવતીને અડફેટે લીધી હતી. ટુંકી સારવારમાં યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં નાસતા ફરતા અતુલ વેકરિયા બુધવારે સવારે પોલીસ સમક્ષ સરન્ડર કર્યું હતું. હાલમાં અતુલ વેકરિયા નવી સિવિલમાં દાખલ છે.અતુલ જામીન પર છુટ્યા બાદ તેના વિરુદ્ધ ગંભીર કલમ લગાવીને ધરપકડ કરવા માંગતી પોલીસને અતુલ 12 દિવસ સુધી મળ્યો નહતો. આ દરમિયાન અતુલના ઘરે, ફેક્ટરી પર, ફાર્મ હાઉસ પર, અમદાવાદમાં અતુલના સંબંધીઓના ઘરે તેમજ ફેક્ટરીમાં તપાસ કરી હતી. પરંતુ તે મળ્યો નહતો.

અતુલે નશાની હાલતમાં ચારથી પાંચ વાહનોને ટક્કર મારી અડફેટે લીધા હતા
અતુલે નશાની હાલતમાં ચારથી પાંચ વાહનોને ટક્કર મારી અડફેટે લીધા હતા

નેગેટિન રિપોર્ટ આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે
દરમિયાન બુધવારે સવારે અતુલ પોલીસ સમક્ષ હાજર થયો હતો. બાદ પોલીસે નિયમ મુજબ સિવિલમાં તેનો કોવિડનો રિપોર્ટ કરાવ્યો હતો. અતુલનો એન્ટીજન રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સિવિલમાં દાખલ કર્યો હતો. હવે અતુલનો રિપોર્ટ નેગેટિવ આવશે બાદ કોર્ટમાં રજૂ કરાશે. અતુલ હાલ સિવિલમાં દાખલ છે.

મૃતક ઉર્વશીની તસવીર
મૃતક ઉર્વશીની તસવીર

અતુલ હાજર પરંતુ પોલીસ વિરુદ્ધ બે ઇન્કવાયરીઓ હજી પુરી ન થઈ
અકસ્માત બાદ અલગ-અલગ ઇન્ક્વાયરી ઉચ્ચ અધિકારીઓ દ્વારા સોંપી હતી. તેમાં એક ઇન્ક્વાયરી ડીસીપી વિધી ચૌધરીએ એસીપીને સોંપી છે. શા માટે શરૂમાં આઈપીસી 304 ( અ) ના સ્થાને 304ની કલમ નહીં લગાવી. તેમજ બીજી ઇન્ક્વાયરી પોલીસ કમિશનરે અધિક પોલીસ કમિશનરને સોંપી છે. તેમાં ઉમરા પોલીસની કોઈ બેદરકારી છે કે શું. બંને હજુ પુરી થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો