તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:‘FSSIના નવા કાયદાનો અમલ મુશ્કેલ, સુરતમાં ફુડ પાર્ક બનાવો’

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફુડ પ્રોસેસિંગ ઇન્ડ.ની સમસ્યા પર ચેમ્બરનું કેટ સાથે ચર્ચાસત્ર

ચેમ્બર દ્વારા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓ વિશે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના નેશનલ સેક્રેટરી જનરલ પ્રવિણ ખંડેલવાલ સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાયો હતો. જેમાં વેપારીઓના પ્રશ્નોને તા.2 જાન્યુઆરી 2021ના રોજ FSSAI ચેરમેન રીટા ટીઓટીયા અને આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધન સાથની મિટીંગમાં મુકવામાં આવશે. પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, સરકાર નવો કાયદા ઘડે છે તેનો ડ્રાફટ બહાર પાડી 45 દિવસ સુધી સૂચનો કે વાંધા હોય તો તે મંગાવે છે. વેપારીઓ આ તકનો ઉપયોગ કરતા નથી.

હાલમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે જે નવા કાયદા બની રહયાં છે, તે વિદેશી કંપનીઓના દબાણ હેઠળ બની રહ્યા છે. નવા કાયદાનો અમલ કરાય તો દેશમાં 50 ટકા ખાદ્ય ઉદ્યોગો બંધ થઇ જશે.ખાદ્ય પદાર્થમાં ભેળસેળએ ભારતમાં સ્પેસિફીક જોવા મળે છે. સરકારના નવા કાયદામાંથી એડલ્ટ્રેશન શબ્દ કાઢી સ્ટાન્ડર્ડ અને સબ સ્ટાન્ડર્ડની કેટેગરી મૂકાઇ છે. જેથી ઇમાનદાર વેપારીઓને ઘણું મોટું નુકસાન થશે. FSSAIની નવી જોગવાઇઓનો નાના વેપારી અને લારીગલ્લાવાળા આનો અમલ કરી શકે નહીં.

વેપારીઓની માંગણી
ફૂડ પ્રોસેસિંગનું રો-મટીરીયલ સિઝનલ મળતું હોવાથી નિભાવ ખર્ચ વધી જાય છે. વર્કીગ કેપિટલ માટે નવી પોલિસી બનવી જોઇએ. { ફૂડ સેફટી એકટમાં રાજ્ય સ્તરે કરાતા દંડની સ્પષ્ટ માહિતી ન હોવાથી એક જ પ્રકારના ગુનામાં એક જ કંપનીને અમદાવાદ, સુરત અને રાજકોટમાં અલગ–અલગ દંડ ભરવો પડે છે. { FSSAIનું લાયસન્સ એકસપાયર થયા બાદ રિન્યુઅલ વખતે નંબર બદલાઇ જાય છે. જેથી લાયસન્સ નંબર સેમ મળી રહે તેવી જોગવાઇ કરવી જોઇએ. સુરતમાં ફૂડ પાર્ક બનવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો