તપાસ:અનુપમ રસાયણની દુર્ઘટનામાં FSL 3 દિવસ બાદ સેમ્પલ લેશે

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સચિન GIDCમાં શનિવારે મોડી રાત્રે બોઇલર ફાટ્યું હતું
  • ઘટનાસ્થળે ગેસની દુર્ગંધ આવતી હોવાથી સેમ્પલ લેવાયા નહોતા

સચિન જીઆઇડીસીમાં રોડ નંબર 2 ઉપર આવેલી અનુપમ રસાયણ કંપનીમાં શનિવારે રાત્રે બોઇલરમાં બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે ગેસની દુર્ગંધ આવતી હોવાથી સ્થળ તપાસ તથા નમૂના લઈ શકાયા નહોતા. ત્રણ દિવસ બાદ બુધવારે એફએસએલ ઘટનાસ્થળેથી નમૂના લેશે. અનુપમ રસાયણની દુર્ઘટનામાં 3ના ઘટના સ્થળે અને 1નું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. જ્યારે 20ને ઈજા થઈ હતી. જો કે, ઘટનાના બે દિવસ બાદ પણ એફએસએલે કંપનીમાં તપાસ કરી નથી કે સેમ્પલ લીધા નથી.

ઉપરાંત પોલીસે પણ આ પ્રકરણમાં હજુ સુધી કોઈની સામે ગુનો પણ નોંધ્યો નથી. પોલીસ ઈન્સ્પેક્ટર બલદાણીયાએ જણાવ્યું હતું કે બનાવના સ્થળે સ્મેલ વધુ આવતી હતી જેથી એફએસએલ બુધવારે સેમ્પલ લેવા માટે આવશે એફએસએલની તપાસ બાદ આગળ કાર્યવાહી હાથ ધરાશે. બીજીતરફ, ઘટનામાં ઘાયલ કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.

ઘટના સ્થળે 3 મૃતકોના હાથ છૂટા પડી ગયા હતા
બોઈલરમાં બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરતા ત્રણ કર્મચારીઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ ત્રણે કર્મચારીઓના સવારે મૃતદેહ મળી આવ્યા હતા. ધડાકા સાથે થયેલા બ્લાસ્ટની ઘટનામાં આ ત્રણે મૃતકોના હાથ પણ શરીરથી અલગ થઈ ગયા હોવાનું મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...