• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • From Today, The Elderly With 60+ Small Precautionary Doses, Whooping Cough, Fever Or Any Serious Illness Should Be Vaccinated As Per The Doctor's Advice, Benefit From Precautionary Doses, Do Not Pay Attention To Rumors.

આજથી પ્રિકોશન ડોઝ અપાશે:આજથી 60+નાને પ્રિકોશન ડોઝ, શરદી-ખાંસી, તાવ અથવા કોઈ ગંભીર બીમારી હોય તેવા વૃદ્ધોએ ડોક્ટરની સલાહ મુજબ રસી લેવી, પ્રિકોશન ડોઝથી ફાયદો, અફવા પર ધ્યાન ન

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇનર અને 60+નાએ બંને ડોઝ લીધા હશે તેમને જ પ્રિકોશન ડોઝ અપાશે, કોવિન-પોર્ટલ પર નવું રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહીં
  • પહેલા કે બીજા ડોઝમાં એલર્જી થઈ હોય તો જ ડોક્ટરની સલાહ લેવી: તબીબો

સોમવારથી શહેરના 39 સેન્ટરો પરથી પ્રીકોશન ડોઝની શરૂઆત થશે. બીજો ડોઝ લીધાને 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો (કોમોબીડીટી), તમામ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને આ ડોઝ અપાશે. જો કે, તેમણે પ્રથમ અને બીજા ડોઝ લીધા હોવા જરૂરી છે. લોકોએ કોવિન પોર્ટલ પર નવું રજીસ્ટ્રેશન કરવું નહિં પડે.

માત્ર કેન્દ્ર પર જઇને પોર્ટલથી એપોઇમેન્ટ લઇ રસીકરણ કરાવી શકશે. પાલિકાના 39 રસીકરણ કેન્દ્રો (30 કોવીશીલ્ડ, 9 કોવેક્સિન) પર આ કામગીરી કરાશે. આ ઉપરાંત પ્રથમ અનેબીજા ડોઝનું રસીકરણ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ સાથે જ તબીબોએ જણાવ્યું હતું કે, શરદી-ખાંસી, તાવ કે કોઈ ગંભીર બીમારી હોય તેવા વૃદ્ધોએ ડોક્ટરની સલાહ મુજબ રસી લેવી. પ્રિકોશન ડોઝથી ફાયદો થશે. આ ઉપરાંત કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન આપવું નહી.

સામાન્ય સંજોગોમાં વડીલોએ ત્રીજો ડોઝ ફરજિયાત લેવો જ જોઈએ
દરેક વડીલોએ વેક્સિન લેવી જોઈએ. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાર્ટની તકલીફ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કે પછી નાની મોટી બીમારી હોય તો પણ ત્રીજો ડોઝ લઈ લેવો જોઈએ. પહેલા-બીજા ડોઝમાં એલર્જી થઈ હોય તો જ ડોક્ટરની સલાહ લઈને ત્રીજો ડોઝ લેવો. સામાન્ય સંજોગોમાં ત્રીજો ડોઝ વડીલોએ ફરજિયાત લેવો જોઈએ. > ડો.ધીરેન પટેલ

બે ડોઝ લીધા હોય તો પણ 6 મહિના બાદ એન્ટિ બોડી ઘટવા માંડે છે
બે ડોઝ લીધા હોય તો પણ 6 મહિના પછી એન્ટી બોડી ઘટવા માંડે છે. ત્રીજી વેવ શરૂ થઈ હોવાથી ત્રીજો ડોઝ લઈ લેવો જોઈએ. જેમને શરદી, કફ, તાવ અને ઉધરસ હોય તેમણે હાલ વેક્સિન લેવી ન જોઈએ. સિમ્ટમ ન હોય અને હેલ્ધી હોય તો તરત જ ત્રીજો ડોઝ લેવો જોઈએ. બુસ્ટર ડોઝથી ફાયદો થશે જ. અફવા પર ધ્યાન આપવું નહીં. > ડો.પ્રતિક સાવજ

બંને ડોઝ લીધાને 39 સપ્તાહ થઈ ગયા હોય તો ત્રીજો ડોઝ લઈ શકાય
વેક્સિનના બંને ડોઝ લઈ લીધાને 39 અઠવાડિયા થઈ ગયા હોય તેવા તમામ વડીલોએ ત્રીજો બુસ્ટર ડોઝ લેવો જોઈએ. જો કે, નાની મોટી કોઈ પણ બીમારી હોય તો તેવા વડીલોએ હાલમાં વેક્સિન લેવી ન જોઈએ. જે કોઈપણ વ્યક્તિ ખાસ કરીને વડીલ સંપૂર્ણ રીતે સશક્ત છે તેમણે ત્રીજો ડોઝ ચોક્કસ લઈ લેવો જોઈએ. > ડો. સમીર ગામી

આજથી 60 સ્કૂલોમાં 15થી 18 વયજૂથમાં ફરી રસીકરણ કરાશે
સુરત: કોવેક્સિન રસીનો સ્ટોક ખૂટી પડતાં છેલ્લા 3 દિવસથી 15થી 18 વયજૂથના વિદ્યાર્થીઓના રસીકરણની કામગીરી બંધ રહી હતી. પાલિકા પાસે હવે કોવેક્સિનના 18 હજાર ડોઝ છે. જેથી સોમવારથી શહેરની 60 સ્કૂલોમાં રસીકરણની કામગીરી ફરી શરૂ કરાશે. અત્યાર સુધીમાં 15થી 18 વયજૂથમાં 1.12 લાખ કિશોરોને રસી મુકવામાં આવી છે. શહેરમાં રસી લેવા પાત્ર કુલ 1.92 લાખ કિશોરો છે.

અન્ય સમાચારો પણ છે...