તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • From Today, Pregnant Women In Surat Will Be Vaccinated And All Will Be Vaccinated At 8 Centers, Including 32 Thousand Registered Women.

કોરોના રોકવા ક્વાયત:સુરતમાં આજથી સગર્ભાઓનું રસીકરણ, રજીસ્ટ્રેશન કરાવેલી 32 હજાર મહિલાઓ સહિત તમામને 8 સેન્ટર પર રસી અપાશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના અલગ અલગ વિસ્તારમાં પાલિકાએ સગર્ભા માટે વેક્સિનેશનની વ્યવસ્થા કરી છે. - Divya Bhaskar
શહેરના અલગ અલગ વિસ્તારમાં પાલિકાએ સગર્ભા માટે વેક્સિનેશનની વ્યવસ્થા કરી છે.
  • પાલિકા દ્વારા ગર્ભવતિ મહિલાઓને સુરક્ષિત કરવા પ્રયાસ

સુરત શહેરમાં કોરાના વેક્સિનેશનની પ્રક્રિયા આગળ વધી રહી છે. સિનિયર સિટીઝન બાદ યુવાનો અને અને હવે સગર્ભા મહિલાઓને વેક્સિનેશન આપવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. સુરતમાં આઠ જેટલા વેક્સિનેશન સેન્ટર ઉપર સગર્ભા મહિલાઓને વેક્સિન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એન્ટિનેટર કેર માટે સુરત મહાનગર પાલિકામાં અત્યાર સુધીમાં 32 હજાર મહિલાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેમને પણ લાઈનમાં ઉભા રાખ્યા વગર તાત્કાલિક રસી આપવામાં આવશે તેમ પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

વેક્સિન મળતાં રાહત થઈ-સગર્ભા
પાલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પહેલી સગર્ભા મહિલાએ વેક્સિનેશન કરાવ્યું હતું. સગર્ભા તરીકે વિધિ શાહે પહેલો વ્યક્તિનો ડોઝ લીધો છે.આજથી સગર્ભા મહિલાઓ માટે વેક્સિનનો કાર્યક્રમ શરૂ કરાતા મહિલાઓને રાહત થઇ છે. મહિલા જ્યારે ગર્ભવતી થાય છે, ત્યારે તેણે અનેક પ્રકારની આરોગ્યની કાળજી રાખવાની ફરજ પડે છે. ઘરના બાળકો અને પુરુષો ઘરની બહાર કામ કરવા માટે જતા હોય છે. તેવી સ્થિતિમાં ઘરના કોઈ પણ વ્યક્તિ જો કોરોના સંક્રમિત થાય તો તેની સીધી અસર ગર્ભવતી મહિલા ઉપર થઈ શકે છે. તેથી એક પ્રકારનો ચિંતાનો માહોલ સ્વાભાવિક રીતે જ ઘરમાં જોવા મળે છે. હવે સગર્ભા મહિલાઓ માટે વ્યવસ્થા કરવામાં આવતા ઘણે અંશે તેમને પણ રાહત થઇ છે.

રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવી સગર્ભાને પણ તાત્કાલિક સેન્ટર પરથી વેક્સિન અપાશે
રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવી સગર્ભાને પણ તાત્કાલિક સેન્ટર પરથી વેક્સિન અપાશે

આઠ જગ્યાએ વ્યવસ્થા ઉભી કરાઈ
ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, આજથી શહેરના કુલ આઠ જેટલા વેક્સિનેશન સેન્ટર ઉપર સગર્ભા મહિલાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પાલ, નાના વરાછા, અલથાણ, ભાઠેના સહિતના વિસ્તારોમાં વ્યવસ્થા ઊભી કરાઇ છે. સગર્ભા મહિલાઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવવાની જરૂર નથી. સીધા હેલ્થ સેન્ટર જ્યાં નક્કી કર્યા છે ત્યાં જઈને પોતાનો ઓળખકાર્ડ આપીને ત્યાં જ વેક્સિનેશન કરાવી લેવાનું છે.તેમને લાઇનમાં ઊભા રહેવું ન પડે તેના માટે અલગ જ વ્યવસ્થા છે.

આ આઠ સેન્ટર પર સગર્ભા માટે વ્યવસ્થા
1) પાલ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
2) પુણા અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
3) નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર
4) સિંગણપુર અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનિટી હોમ
5) બામરોલી અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ના
6) ભાઠેના અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
7) અલથાણ અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનિટી હોમ
8) અસારાવાલા અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનિટી હોમ