• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • From Today, Mars Will Rotate In Libra, Buying And Selling Will Increase, Auspicious For People In Aries, Taurus And Leo.

ભાસ્કર વિશેષ:આજથી મંગળ ગ્રહનું તુલામાં પરિભ્રમણ, ખરીદ-વેચાણમાં વૃદ્ધિ થશે, મેષ, વૃષભ અને સિંહ રાશિના લોકો માટે શુભ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 45 દિવસના પરિભ્રમણથી સમાજમાં પરસ્પર બગડેલા સંબંધો સુધરશે

21મી તારીખે, ગુરુવારથી ગ્રહમંડળમાં મંગળ ગ્રહ તુલા રાશિમાં સતત 45 દિવસ પરીભ્રમણ કરશે.જયોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર આ ભ્રમણ મંગળકારી બની રહેશે કારણ કે મંગળ પોતે પુરુષ ગ્રહ,તુલા રાશિ સ્ત્રી રાશિ હોવાથી આ ભ્રમણ દરમ્યાન માર્કેટમાં ચીજવસ્તુઓના ખરીદ-વેચાણમાં વધારો થશે કારણ કે મંગળનું મૂળભૂત કારકત્વ જોમ,જુસ્સો, ઉત્સાહ,આક્રમક અને ફટાફટ નિર્ણય લેનાર ગણવામાં આવે છે.

તુલા રાશિનો સ્વામી શુક્ર હોવાથી મિત્ર ગણાય છે માટે આ પરીભ્રમણ થવાથી સમાજમાંથી બગડેલા સંબંધો સુધારશે પરસ્પરસ્નેહ,લાગણીઓ તથા મધુરતા વધારશે.શેરબજારમાં ચડાવો થાય.સરળતાથી બેંક લોનનો ઉપલબ્ધ થાય.માર્કેટમાં પૈસો ફરે.

મંગળના પરિભ્રમણથી મોટાભાગની તમામ રાશિને લાભ થવાના સંકેત

  • મેષ રાશિ : લાંબાગાળાના સરકારી કામ ઉકેલાય.કર્મક્ષેત્ર શુભ પરિવર્તન.અણધાર્યા લક્ષ્મી પ્રાપ્તિનો યોગ બને.
  • વૃષભ રાશિ : ગુપ્ત શત્રુ પર વિજય.નોકરિયાત વર્ગને બદલી-બઢતી થઈ શકે.ગળા ને લગતી તકલીફો વધી શકે.
  • કર્ક રાશિ : લગ્નોત્સુક માટે શુભ તક.નોકરી-ધંધામાં મુશ્કેલીઓ વધે.શેરબજારમાં નુકસાનની સંભાવના.
  • સિંહ રાશિ : સાહસ, ધૈર્યમાં વધારો થાય.સરકારી કે અર્ધસરકારી દસ્તાવેજીકરણ કરવાથી ધનલાભ.ધાર્મિક યાત્રા સંભવ.
  • કન્યા રાશિ : વાણીમાં ઉગ્રતા આવી શકે.નાનું મોટું ઓપરેશન, અકસ્માત સંભવ.વિદ્યાર્થી વર્ગ માટે અશુભ સમય.
  • મિથુન રાશિ : વડીલોથી શુભ સમાચાર.કોર્ટ કચેરી જેલમાં જવાના બંધન યોગ થઈ શકે માટે સાવચેતી આવશ્યક.
  • તુલા રાશિ : લક્ષ્મીમાં વધારો થાય.લગ્નજીવનમાં પ્રેમ,સ્નેહ વધે.મોસાળમાં મુલાકાત લેવાનો અવસર આવે.
  • વૃશ્ચિક રાશિ : અકારણ વાદ-વિવાદમાં સપડાઇ શકે. લાંબી માંદગીથી રાહતમાતા સાથે બગડેલા સંબંધો સુધરે.
  • ધન રાશિ : વડીલોપાર્જીત મિલકત ધનલાભ.શેરબજારમાં રોકાણો કરવાથી ફળે.કૌટુંબિક સંબંધોમાં તિરાડ પડી શકે.
  • મકર રાશિ: નોકરી ધંધામાં શુભ તક.હદયમાં તકલીફની શક્યતા. શેરમાં રોકાણોમાં ઉતાવળ કરવી નહીં.
  • કુંભ રાશિ : ધાર્મિક પ્રવાસમાં મુશ્કેલીઓ આવી શકે.નવા વેપાર ધંધામાં સોદાઓ કરવાથી ધનલાભ થઈ શકે.
  • મીન રાશિ: સરકારી વેરા નોટિસ મળી શકે. અકસ્માતની સંભાવના. બીમારી થઈ શકે.
અન્ય સમાચારો પણ છે...