રીઢા ગુનેગારોને શોધવા માટે ક્રાઇમ બ્રાંચની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ કામે લાગી છે. એક પછી એક આરોપીના ઠેકાણા શોધી તેમને ઝબ્બે કરવામાં આવી રહ્યા છે. દરમિયાન સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી વોલ્યુમ બુકની પેટી બહાર કાઢનાર કેતન પટેલ અને રાજેશ ચૌહાણની આજે એસઆઇટી દ્વારા ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કરીને 16મી સુધીના 5 દિવસના રિમાન્ડ મેળવાયા છે.
ક્રાઇમ બ્રાંચની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી જરૂરી દસ્તાવેજો કાઢવાના પ્રકરણમાં અગાઉ વિજય છીબુ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ગઇકાલે સંજય ઉર્ફે સંજય જવાહર શાહની ધરપકડ કરાઇ હતી. સંજય શાહ આ પ્રકરણનો માસ્ટર માઇન્ડ ગણાય છે. તે જમીન દલાલી અને બિલ્ડરનું કામ કરે છે. તેના 17મી સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. વધુમાં એસઆઇટીની ટીમે આજે આ પ્રકરણમાં વધુ બે આરોપી કેતન રમણ પટેલ (રહે. પુષ્પકુંજ સોસાયટી, ઉગત કેનાલ રોડ મોરાભાગળ) તેમજ રાજેશ ઉર્ફે લાલી શશીકાંત ચૌહાણ ( રહે, વિમલ હેક્સાઝોન, પરશુરામ ગાર્ડન પાસે, અડાજણ)ની ધરપકડ કરી હતી. આ બંનેએ સબરજિસ્ટ્રાર કચેરીમાંથી વોલ્યુમ બુકની પેટી બહાર કાઢી હતી, અને માસ્ટર માઇન્ડ સંજય શાહને આપી હતી. પોલીસે કેતન અને રાજેશ ઉર્ફે લાલીને પણ કોર્ટમાં રજુ કરી 16મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.