તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 14ના બસપાના ઉમેદવાર હર્ષદાબેન નારાયણ પાટીલે શુક્રવારે રાત્રે બાળકને જન્મ આપ્યો છે. હર્ષદાબેન કહે છે કે, ડોક્ટરોએ માર્ચના પહેલા અઠવાડિયામાં ડિલિવરીની તારીખ આપી હતી, શુક્રવારે સાંજના પાંચ વાગ્યા સુધી ઓફિસમાં બેસીને સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઇન પ્રચાર કરી રહી હતી તે સમયે મને તકલીફ થતા સોનોગ્રાફી કરાવી હતી.જેનો રિપોર્ટ બરાબર ન હતો. રિપોર્ટ જોયા બાદ ડોક્ટરોએ વહેલી તકે ડિલિવરીની માંગ કરી હતી. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં જવું પડ્યું હતું. હવે બાળક અને હું બંને સ્વસ્થ છીએ. પરંતુ મેડિકલી કેટલીક સમસ્યાઓના કારણે તેમને ડિલિવરી ઝડપથી કરાવી લેવી પડી હતી. ઉમેદવાર હર્ષદાબહેને વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર કરીને જીત મેળવીશું.
ધારાસભ્ય વિનુ મોરડિયાએ ભાજપના જ કેટલાક લોકોને તોડી નાખવાની ધમકી આપી હતી તો પૂર્વ કોર્પોરેટર અને વોર્ડ નંબર 19માંથી ભાજપના ઉમેદવાર બનેલા વિજય ચૌમાલે કોંગ્રેસી ઉમેદવાર અસલમ સાયકલવાલાને ટપોરી કહી દીધા હતા.
અમુક લોકોને દોડાવી દોડાવીને તોડાવી નાખવાના છે : વિનુ મોરડીયા
ધારાસભ્ય વિનુ મોરડીયાએ એક જાહેર સભામાં ધમકી ઉચ્ચારી વધુ એક વિવાદ ઉભો કર્યો છે.ધારાસભ્ય વિનુ મોરડિયાએ પોતાના મતવિસ્તારના વોર્ડ ન.8માં ઉમેદવારોનો પ્રચાર કરતાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વિનુ મોરડિયાએ કહ્યું હતું કે અમુક લોકોને દોડાવી દોડાવીને તોડાવી નાખવાના છે.અલગ કાર્યાલય ખોલનારાઓને મનાવવા નથી જવાનું,અહીંથી જાહેરમાં કહું છું જેને આવવું હોય આવી જજો.જાહેરસભામાં ધારાસભ્યના આવા નિવેદનની રાજકીય વર્તુળમાં ખુબ ચર્ચા ચાલી હતી. વિવાદ થતા વિનુ મોરડીયાએ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે વાયરલ વીડિયોમાં આખી વાત નથી. જે બે ત્રણ લોકો પક્ષ વિરોધી કાર્યમાં જોતરાયેલા છે એમના માટે મેં આ વાત કરી હતી.
ભાજપના ચૌમાલે કોંગ્રેસના સાયકલવાળાને ટપોરી કહ્યાં
સુરત : વોર્ડ નંબર 19 (આંજણા- ડુંભાલ)ના ભાજપના પૂર્વ કોર્પોરેટર અને હાલના ઉમેદવાર વિજય ચોમાલે પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાળાને ટપોરી ગણાવ્યા હતા. એકત્રિત થયેલા લોકોને વિજય ચૌમાલે અસલમ સાયકલ વાલાની ઓળખ ટપોરી તરીકે આપી હતી. વિજય ચૌમાલે કહ્યું હતું કે, કોંગ્રેસના અસલમ સાયકલવાલા જીત્યા બાદ આંજણા ડુંભાલમાં એક ચોક્કસ વર્ગના લોકો દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની બુમરાણ સ્થાનિક લોકોમાં ઉઠી છે.
હું કોણ છું તેનો જવાબ પ્રજા આપશે: સાયકલવાલા
વિજય ચૌમાલના વાણીવિલાસ પર અસલમ સાયકલવાલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હું અસામાજિક તત્વ છું કે ટપોરી છું તેનો જવાબ મારા મત વિસ્તારની પ્રજા આપશે. આવા વાણીવિલાસ કરતા કોર્પોરેટરોને ભગવાન સદબુદ્ધિ આપે એવી હું પ્રાર્થના કરું છું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.