તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:હવેથી જે 18+ વયજૂથમાં નોંધણી કરશે તેઓને કોવેક્સિન અપાશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધન્વંતરી રથની માહિતી મેળવવા લોકોએ ફાંફાં મારવા પડી રહ્યા છે - Divya Bhaskar
ધન્વંતરી રથની માહિતી મેળવવા લોકોએ ફાંફાં મારવા પડી રહ્યા છે
  • કોવિશિલ્ડનો રસીનો જથ્થો ઓછો આવતા નિર્ણય લેવાયો
  • 45 વર્ષથી વધુના લોકોને કોવિશિલ્ડ રસી જ આપવામાં આવશે

18 થી 44 વયજૂથના નાગરિકોને પાલિકા દ્વારા કોવિશિલ્ડ રસી આપવામાં આવતી હતી. જો કે નવા નિર્ણય અનુસાર હવેથી આ કેટેગરીના લોકોને કોવિક્સિન રસી આપવામાં આવશે. આ નિર્ણય પાછળનું કારણ કોવિશિલ્ડનો જથ્થો ઓછો મળવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે 18+માં જૂના રજિસ્ટ્રેશન અને 45 વયજૂથનાઓને પણ કોવિશિલ્ડ જ આપવામાં આવશે. 1 થી 11 મે સુધીમાં 18 થી 44 વયજૂનના 50 હજાર લોકોનું વેક્સિનેશન થયું છે.

ધન્વંતરી રથ માટેની લીંક ન ખુલતા લોકો હેરાન થયા
ધન્વંતરી રથ માટેની લીંક ન ખલુતા લોકોને મુશ્કેલીઓને સામનો કરવો પડી રહ્યો છે. લીંકની મદદથી લોકો ટેસ્ટીંગના સેન્ટરો તેમજ ધન્વંતરી રથની માહિતી મેળવી શકતા હતાં. જોકે હાલ લીંક ખુલતી ન હોવાથી જે-તે વિસ્તારમાં નજીકમાં કોરોના ટેસ્ટીંગ સેન્ટર ક્યાં આવેલું છે તેનો ખ્યાલ હાલ મેળવી શકાતો નથી. કોરોના પીક પર હતો ત્યારે પાલિકાએ લોકો પોતાના ઘર નજીક સરળતાથી કોરોના ટેસ્ટીંગ કરાવી શકે તે માટે ઝોન પ્રમાણે ધન્વંતરી રથની યાદી પ્રસિદ્ધ કરતું હતું.

અન્ય સમાચારો પણ છે...