વીએનએસજીયુએ એક્સટર્નલ કોર્સમાં ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટમાં પરીક્ષા સેન્ટરનું નામ નહીં લખવાનો નિર્ણય એકેડેમિક કાઉન્સિલે કર્યો છે. બીએ, એમએ, બીકોમ અને એમકોમના એક્સટર્નલ કોર્સમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. હોલ ટિકિટ અને માર્કશીટમાં પરીક્ષા સેન્ટરનું નામ હોય છે. લાજપોર જેલમાં યુનિવર્સિટીનું પરીક્ષા સેન્ટર હોય અને ત્યાં કેદીઓ પરીક્ષા આપતા હોય છે.
આ વિદ્યાર્થીઓની માર્કશીટમાં લાજપોર જેલ લખાવાથી સજા કાપીને નોકરી મેળવવા સમયે સમસ્યા આવે છે. જેથી યુનિ.હવેથી એક્ષટર્નલનાં કોર્સોમાં માર્કશીટમાં પરીક્ષા સેન્ટરનો ઉલ્લેખ નહી કરશે. આની સાથે યુનિવર્સિટીમાં જુદા જુદા વિભાગમાં કાર્યરત ખાનગી કોર્સોનાં નાણાકીય વહીવટ માટે કુલપતિની અધ્યક્ષતામાં કુલ 7 સભ્યોની એકઝિક્યુટિવ કમિટીની રચના કરવામાં આવશે.
માસ્ટર ઓફ ડિઝાઇન ઇન્ટિગ્રેટેડનો સ્વનિર્ભર અભ્યાસક્રમ શરૂ કરાશે
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચરમાં આગામી શૈક્ષણિક વર્ષથી માસ્ટર ઓફ ડિઝાઇન ઇન્ટિગ્રેટેડનો 5 વર્ષનો સ્વનિર્ભર અભ્યાસક્રમ શરૂ કરવા એકેડેમિક કાઉન્સિલે મંજૂરી આપી છે. હવે સિન્ડિકેટમાં મંજૂરી માટે ભલામણ કરવામાં આવી છે. અભ્યાસ ક્રમમાં પ્રવેશ માટે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈપણ પ્રવાહમાં ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. લાઇફ ડિઝાઇન, રિટેલ ડિઝાઇન, ડિઝાઇન કન્સલ્ટન્સી, કોમ્યુનિકેશન, પ્રોડક્ટ ડિઝાઇનનો સમાવેશ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.