તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય સરકારનો સુધારો:હવેથી સુગર મંડળીઓના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી કલેક્ટર કરાવશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટના ચૂકાદાથી રાજ્ય સરકારનો સુધારો રદબાતલ
  • અગાઉ ચૂંટણી બોર્ડના નિમાયેલા ચૂંટણી અધિકારી કરાવતા

રાજ્ય સરકાર દ્વારા 8 ઓગસ્ટ 2019ના રોજ સહકાર કાયદામાં સુધારો કરી અને ખાંડ ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાથમિક મંડળીમાં શામેલ કરતાં તેની ચૂંટણી કલેક્ટરની જગ્યાએ બોર્ડ દ્વારા નિમાયેલા ચૂંટણી અધિકારીઓ કરાવતા હતાં. પરંતુ ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાથી રાજ્ય સરકારનો ઉપરોક્ત સુધારો રદબાતલ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે ઓલપાડ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયેશ દેલાડે કહ્યું હતું હાઈકોર્ટનો ચુકાદાને આવકારદાયક ગણાવ્યો હતો.

રાજ્ય સરકારે 1982માં ખાંડ ઉત્પાદન સહકારી મંડળીઓને પ્રાથમિક મંડળીમાંથી નિર્દિષ્ટ મંડળીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. દર પાંચ વર્ષે આ ખાંડ ઉત્પાદક મંડળીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી આયોજિત કરાતી હોય છે. આ ચૂંટણીની કામગીરી કરવા કલેક્ટર ડેપ્યુટી કલેકટરને ચૂંટણી અધિકારી તરીકે નીમતા હતા. રાજ્ય સરકાર દ્વારા 8 ઓગસ્ટ 2019ના રોજ સહકાર કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને ખાંડ ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાથમિક મંડળીમાં ઉમેરવામાં આવી.

આ સુધારાને કારણે સહકારી કાયદાની કલમ 74 (c)(1)(v) ને રદ કરવામાં આવી હતી. જે કલમ દ્વારા ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓમાંથી બાકાત કરાઇ હતી. રાજ્ય વિધાનસભાના આ સુધારાથી ખાંડ સહકારી મંડળીઓમાં જો નવો સુધારેલો કાયદો અમલમાં રહે તો તેના બોર્ડની ચૂંટણી કલેકટર દ્વારા નહીં પરંતુ પરંતુ બોર્ડ દ્વારા પોતાના નિમાયેલા ચૂંટણી અધિકારી કરાતી હતી. સરકારના આ સુધારાને ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન દ્વારા વિક્રમસિંહ માંગરોલા દ્વારા પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા પિટિશન મંજૂર રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...