સુરત-વાપી વચ્ચેના અંચેલી રેલવે સ્ટેશનના સ્ટોપેજ કોવિડના સમયગાળા પછી બંધ કરી દેવાયું હતું, પરંતુ હાલમાં ચૂંટણી સમયે હજ્જારો અપડાઉન કરનારાઓએ નો ટ્રેન, નો વોટના નારા લગાવીને અંચેલી સ્ટેશનનો મુદ્દો ઉઠાવતા તેનું નિરાકરણ આવ્યું છે. પશ્ચિમ રેલવેએ અંચેલી રેલવે સ્ટેશનનું સ્ટોપેજ ફરી શરૂ કર્યું છે. હાલમાં ૭ જેટલી લોકલ ટ્રેનને અંચેલીનું સ્ટોપેજ આપવામાં આવતા મુસાફરોમાં આનંદો છવાયો છે.
સુરત અને વાપી વચ્ચે રોજબરોજ અપડાઉન કરતા મુસાફરોએ કોરોનાના કારણે બે વર્ષથી બંધ પડેલા અંચેલી સ્ટેશન પર લોકલ ટ્રેનના સ્ટોપેજની માંગણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ટ્રેન નહીં, વોટ નહીંના નારા લગાવ્યા હતા અને સ્ટોપેજ પણ લગાવ્યા હતા. આ અંગે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પશ્ચિમ રેલવેમાં રજૂઆત કરાઇ હતી. આ રજૂઆતને પગલે લોકોને રાહત મળી છે.
અંચેલીમાં કઈ કઈ ટ્રેન ઉભી રહેશે
મુંબઇ ડિવીઝનની 7 લોકલ ટ્રેન જેમાં સુરત-સંજાણ મેમુ, વલસાડ-વડોદરા, મુંબઇ-અમદાવાદ, વલસાડ-સુરત, મુંબઇ સેન્ટ્રલ-નંદુરબાર ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. સુરત વિરાર અને વિરાર ભરૂચ ટ્રેનને મેલ એક્સપ્રેસ માટે સ્પીડમાં વધારો થવાથી સ્ટોપેજ અપાયું નથી. આ બંને ટ્રેનોને વેડછા અને અમલસાડમાં સ્ટોપેજ મળ્યું છે જે અંચેલીથી માત્ર સાડા ત્રણ કિલોમીટર જ દૂર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.