શહેરમાં કતારગામ અને રાંદેરમાંથી 5.88 લાખનું એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત 3 પકડાયા છે. જયારે મહિલાના પુત્રને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. અમરોલી જુના જકાતનાકા ચેક પોસ્ટ પાસેથી કતારગામ પોલીસે બાઇક પર એમડી ડ્રગ્સ લઈને જતા બે આરોપીઓને પકડી પાડયા હતા. પકડાયેલા બન્ને પાસેથી પોલીસે 51.1 ગ્રામ એમડી ડ્રગ્સ રૂ. 5.11 લાખનું કબજે કર્યુ છે.
પોલીસથી મળેલી માહિતી મુજબ કતારગામ પોલીસ વાહન ચેકિંગમાં હતી તે વખતે બે લોકો લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે પકડાયા હતા. પકડાયેલા આરોપીઓમાંથી એકનું નામ મોહંમદ આશીફ અબુલ ખાલીક ગુલીધારા(30)(રહે,કઠોડ,મુસ્લિમ સ્ટ્રીટ,કઠોર જકાતનાકા,કામરેજ) અને બીજાનું નામ આકીબ જુનેદ શેખ(31)(રહે,કઠોરગામ,સોનીવાડ તકવા એપાર્ટ,કામરેજ) છે. જ્યારે ક્રાઇમબ્રાંચે રાંદેર રહેમતખાન જમાદાર સ્ટ્રીટ એક મહિલાના ઘરમાં ચેકિંગ કરી હતી. પોલીસે ઘરમાંથી 7.780 ગ્રામ એમડી 77800નું પકડી પાડયું હતું.
માતા-પુત્ર એમડીનો વેપલો કરતા હતા. જેમાં પુત્ર તેના ખાસ ગ્રાહકોને ઘરે એમડી લેવા માટે બોલાવતો હતો. પુત્ર જેને એમડી આપવાનું કહે તે ગ્રાહકને માતા એમડીની પડીકી રૂપિયા લઈ આપી દેતી હતી. ક્રાઇમબ્રાંચે માતા શોકેરાબાનુ મુનાફ મુખ્ત્યાર મલેક(45)(રહે,રહેમતખાન જમાદાર સ્ટ્રીટ, રાંદેર)ની ધરપકડ કરી છે. જ્યારે મહિલાનો પુત્ર સમીર ઉર્ફે લાલો મુનાફ મલેકને વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં મહિલાને 3 સંતાનો છે. જેમાં બે સંતાનોના લગ્ન થયા છે, જયારે સમીરના લગ્ન થયા નથી અને તે માતા સાથે એમડીનો ધંધો કરે છે. એમડી મુંબઇથી લાવતા હોવાની વાત સામે આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.