• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • From December 31, Seven Festival Trains Including Mumbai Goa Will Start From 22nd, One And A Half Times More Fare Than Normal Train.

ભાસ્કર વિશેષ:31 ડિસેમ્બરને લઈને મુંબઈ-ગોવા સહિતની સાત ફેસ્ટિવલ ટ્રેનો 22મીથી શરૂ થશે, સામાન્ય ટ્રેન કરતા દોઢ ગણું વધુ ભાડું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેસ્ટિવલ સિઝન દરમિયાન સુરત-મડગાંવની 2 ટ્રેન 10 વાર દોડશે
  • ​​​​​​​આ 8 ટ્રેનો અલગ અલગ ગંતવ્યો માટે દોડાવાશે, બાંદ્રા-બિકાનેર, બાંદ્રા-જયપુર 4-4 ફેરા મારશે

મુસાફરોની માંગ અને તહેવારની સિઝનને ધ્યાને લઈ પ.રેલવે દ્વારા દેશના અલગ અલગ ગંતવ્યો માટે 8 તહેવાર વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે. અન્ય 3 તહેવાર વિશેષ ટ્રેનો પણ અલગ અલગ સ્ટેશનેથી પસાર થશે. કોરોનાની સ્થિતિ થાળે પડતા સ્પેશ્યલ ટ્રેનોને ફરી સામાન્ય ટ્રેનોના ભાડા સાથે નિયમિત કરાઈ હતી.જોકે હવે ફરી આગામી દિવસોમાં નાતાલ અને થર્ટી ફર્સ્ટને પગલે મુસાફરોની સંભવિત ભીડને ધ્યાને લઈ 8 તહેવાર વિશેષ ટ્રેન દોડાવાશે.

બાંદ્રા ટર્મિનસ-જયપુર સુપર ફાસ્ટ
22 ડિસે.એ બાંદ્રાથી 12.45 વાગ્યે ઉપડી 23મીને સવારે 7.45 વાગ્યે જયપુર અને 23મીએ જ બાંદ્રા માટે જયપુરથી સવારે 9.10 વાગ્યે ઉપડશે.

બાંદ્રા ટર્મિનસ-અજમેર સુપરફાસ્ટ
આ ટ્રેન 4 ફેરા મારશે.27 ડિસે. અને 3 જાન્યુ.એ બાંદ્રા ટર્મિનસથી દોડાવાશે.ટ્રેન બાંદ્રા ટર્મિનસથી 11.15 વાગ્યે ઉપડશે.

બાંદ્રા ટર્મિનસ -બાડમેર સ્પેશ્યલ
24મી ડિસે.એ સાંજે 7.25 વાગ્યે બાંદ્રાથી ઉપડશે 25મીએ બપોરે 1 વાગ્યે બાડમેર પહોંચશે.બાડમેરથી પરત 25મીએ રાત્રે 9 વાગ્યે ઉપડશે.

બાંદ્રા ટર્મિનસ -બિકાનેર સ્પેશ્યલ
આ ટ્રેન કુલ 4 ફેરા મારશે.27મીએ આ ટ્રેન બાંદ્રાથી સાંજે 5.30 વાગ્યે ઉપડશે અને આગલા દિવસે બપોરે 3.15 વાગ્યે બીકાનેર પહોંચશે.

સુરત-મડગાંવ સ્પેશ્યલ
કુલ 6 ફેરા મારશે.સુરતથી રાત્રે 7.50 વાગ્યે ઉપડી આગલા દિવસે 12.30 વાગ્યે મડગાંવ પહોંચશે. સુરતથી 22મી, 24મી અને 29મીએ દોડાવાશે.

બાંદ્રા ટર્મિનસ -જયપુર સુપરફાસ્ટ સ્પેશ્યલ ( અન્ય રેક સાથે )
આ ટ્રેન કુલ 4 ફેરા મારશે.બાંદ્રાથી 11.15 વાગ્યે ઉપડશે અને આગલા દિવસે સવારે 7 વાગ્યે જયપુર પહોંચશે.

સુરત-મડગાંવ સ્પેશ્યલ ( અન્ય રેક સાથે )
આ ટ્રેન કુલ 4 ફેરા મારશે. આ ટ્રેન સુરતથી રાત્રે 7.50 વાગ્યે ઉપડશે અને આગલા દિવસે 12.30 વાગ્યે મડગાંવ પહોંચશે.

તમામ ટ્રેનો આરક્ષિત, આજથી બુકિંગ થશે
આ તમામ તહેવાર વિશેષ ટ્રેનનું બુકિંગ આજથી થશે.કેટલીક ટ્રેનોનું બુકિંગ 20મીએ ઓપન થશે.રેલવે દ્વારા વિશેષ ટ્રેનનું ભાડું સામાન્ય ટ્રેનની સરખામણીમાં દોઢ ગણુ રાખવામાં આવ્યું છે.મુસાફરો પીઆરએસ અને ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકશે. આ 8 ટ્રેન ઉપરાંત અન્ય ઝોનની 3 વિશેષ ટ્રેનો પણ વિશેષ ભાડા સાથે દોડશે.

અન્ય સમાચારો પણ છે...