ભાસ્કર વિશેષ:નાતાલથી થર્ટી ફર્સ્ટ સુધી સુરત-ગોવા, દિલ્હી, જયપુરનું એરફેર ડબલ, હજીરા-દીવ ક્રૂઝનું ભાડું 3 ગણું થઈ ગયું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોવા, દીવ, દમણ, આબુ, ઉદયપુર, હિમાચલ અને કાશ્મીર હોટ ડેસ્ટિનેશન

નાતાલને હવે છ દિવસ અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને હવે 12 જ દિવસ બાકી રહ્યા છે તેવામાં સુરતથી ગોવાનું એરફેર આસમાને પહોંચવા લાગ્યું છે. સુરત-ગોવાનું વન-વે એરફેર હવે આઠ હજારને પાર પહોંચી ગયું છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ બે ગણું વધી ગયું છે.

ક્રિસમસ પહેલા એટલે કે 21 ડિસેમ્બરના દિવસે સુરત-ગોવાનું મહત્તમ વન-વે એરફેર છ હજાર રૂપિયા છે. જે પણ સામાન્ય દિવસો કરતા બે ગણું વધારે જોવા મળ્યું છે. જો કે,આ દિવસ પછી 22 ડિસેમ્બરથી સુરત-ગોવાનું વન-વે એરફેરમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના એજન્ટો જણાવી રહ્યા છે કે, થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ગોવા, દીવ, દમણ, સેલવાસ, માઉન્ટ આબું, કચ્છ, ઉદયપુર, જોધપુર, જેસલમેર, હિમાચલ અને કાશ્મીર જેવા સ્થળે ફરવાનું સુરતીઓ પસંદ કરી રહ્યા છે. જેમાં ગોવા અને કાશ્મીર હોટ ફેવરીટ છે. આગામી દિવસોમાં સુરતથી ગોવાનું વન-વે એરફેર દસ હજાર સુધી પહોંચી શકે છે.

સુરત-દિવની ક્રૂઝમાં પાર્ટી હોવાથી ભાડામાં વધારો
થર્ટી ફર્સ્ટ નાઇટની સુરત-દિવ-સુરતની ક્રૂઝની પણ ડિમાન્ડ વધી છે. ક્રૂઝમાં એન્ટ્રી ફી રૂ. 3500થી 10 હજાર સુધીની છે. જેમાં રૂ. 3500માં એન્ટ્રી અને અનલિમિટેડ ફૂડ અપાય રહ્યું છે. જ્યારે રૂ.10 હજારમાં એન્ટ્રી, અનલિમિટેડ ફૂટ, ડાન્સ સહિતની તમામ બાબતો અપાય રહી છે. સામાન્ય દિવસોમાં સુરત-દિવ-સુરત રૂ. 2400 હોય છે. પરંતુ આ વખતે થર્ટી ફર્સ્ટે પાર્ટી હોવાથી ફેર આસમાને પહોંચી ગયું છે.

ફ્લાઇટનું કેટલું એરફેર વધ્યું

ફ્લાઇટરેગ્યુલરહાલમાં
દિલ્હી25005000
ગોવા40008000
જયપુર25006000

​​​​​​​​​​​​​​ગો ફર્સ્ટે બેંગ્લોરની ફ્લાઇટ એક મહિના માટે રદ કરી
સુરત : ગો ફર્સ્ટ એરલાઇન્સે બેંગ્લોરની ફ્લાઇટ એક મહિના માટે કેન્સલ કરી છે. જ્યારે કોલકાતાની ફ્લાઇટ અલ્ટરનેટ દિવસે ચાલશે. ગો ફર્સ્ટ એરસાઇન્સના અધિકારી કહ્યું કે દિલ્હીની નાઇટની ફ્લાઇટ જેમ છે તેમ જ ચાલશે. ગો ફર્સ્ટ એરલાઇન્સે પહેલા મોર્નિંગ દિલ્હી-સુરતની ફ્ લાઇટ 18 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી સુધી કેન્સલ રાખવાની જાહેરાત કરી હતી. તે પછી હવે બેંગ્લોરની ફ્લાઇટ એક મહિના માટે કેન્સલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...