• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Trader From Amritsar In Punjab Committed Fraud Of Rs 46 Lakh By Buying Dresses, Suits And Scarves From 19 Traders Of Surat

વેપારી લેભાગુનો શિકાર:સુરતના 19 વેપારીઓ પાસેથી ડ્રેસ, સૂટ, દુપટ્ટાનું કાપડ ખરીદી પંજાબના અમૃતસરના વેપારીએ રૂ.46.18 લાખની છેતરપિંડી આચરી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સલાબતપુરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સલાબતપુરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • રાધા ક્રિષ્ણા ટેક્ષટાઈલ માર્કેટના વેપારીએ ફરિયાદ નોંધાવી

સુરતના 19 વેપારીઓ પાસેથી રૂ.46.18 લાખનું ડ્રેસ, સૂટ, દુપટ્ટાનું કાપડ ખરીદી પંજાબના અમૃતસરના વેપારીએ પેમેન્ટ નહીં ચુકવી છેતરપિંડી આચરી હતી. ભોગ બનેલા વેપારીઓ પૈકી રાધા ક્રિષ્ણા ટેક્ષટાઈલ માર્કેટના વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અમૃતસરના વેપારીએ નિર્ધારીત સમયે પેમેન્ટ ન કર્યું
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પંજાબના અમૃતસરના મજીયા રોડ બેન્ક એવન્યુમાં સીંગ બ્રધર્સના નામે રણજીતસીંગ કાપડનો વેપાર કરે છે. રણજીતસીંગે 14 જુલાઈથી 30 જુલાઈ 2018 દરમિયાન સુરતના રીંગરોડ સહારા દરવાજા સ્થિત રાધા ક્રિષ્ણા ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા 53 વર્ષીય વેપારી કેવલકિશનભાઈ નારાયણદાસ અસીજાએ રૂ.2,38,284નું ડ્રેસ, સુટ, દુપટ્ટાનું કાપડ ખરીદ્યું હતું પણ નિર્ધારીત સમયે તેનું પેમેન્ટ કર્યું નહોતું.

કુલ 19 વેપારીઓને શિકાર બનાવ્યા
રણજીતસીંગે કેવલકિશનભાઈ ઉપરાંત સુરતના જુદા-જુદા માર્કેટના અન્ય 18 વેપારીઓ પાસેથી પણ રૂ.43,79,856નું કાપડ ખરીદી કુલ રૂ.46,18,149 પેમેન્ટ કર્યું ન હતું. છેવટે ગતરોજ કેવલકિશનભાઈએ રણજીતસીંગ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.