તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:મગદલ્લામાં હાર્ડવેરની દુકાનમાંથી રૂ. 1.22 લાખના સામાનની ચોરી

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્ફ્યુ સમયે નજીકમાં જ પોલીસ તૈનાત છતાં મોડીરાત્રે પતરા તોડી ચોર દુકાનમાં ઘૂસી ગયા

ડુમસ રોડ પર ભાવિદર્શેન સંકુલ કોમ્પલેક્ષમાં હાર્ડવેરની દુકાનમાંથી મોડીરાતે 1.22 લાખના સામાનની ચોરી થઈ હતી. ચોરોએ દુકાનના પતરા કોઈ સાધન વડે તોડીને અંદર પ્રવેશીને ગ્રેડર મશીન, કટર, ટીવી, કેબલ સહિતનો સામાન ચોરી ગયા હતા.

દુકાનદાર હિન્દુરામ દેવાસીએ 30મી તારીખે બપોરે 3 વાગ્યે દુકાન બંધ કરી ઘરે ગયા હતા અને બીજા દિવસે સવારે દુકાન ખોલવા માટે આવ્યા ત્યારે દુકાનના લોંખડના પતરા તૂટેલી હાલતમાં હતા. દુકાનમાં તપાસ કરતા સામાન વેરવિખેર પડેલો હતો.

હાલમાં કફયુ ચાલે છે અને નજીકમાં પોલીસ તૈનાત હોય છે છતાં તસ્કરો જાણે પોલીસનો ખોફ ન હોય એવુ આ ઘટના પરથી દેખાય આવે છે. હાલમાં ઉમરા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સામાન્ય રીતે મોડી રાત્રે પસાર થતાં લોકોને પોલીસ કર્ફ્યુના નામે ચેક કરી હેરાનગતિ અને દંડ વસૂલતી હોય છે. પરંતુ રાત્રે ચોરી કરી તસ્કરો બિન્ધાસ્ત નીકળી જતાં હોય તેવી ઘટના આ કિસ્સામાં જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...