ગુડ ન્યુઝ:9મીથી ટેક્સટાઇલ એકસ્પો, શ્રીલંકા સહિત100 એક્ઝિબિટર્સ ભાગ લેશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બર વર્ષ 2021માં પ્રથમ ફિઝિકલ એક્ઝિબિશન યોજશે
  • ઇલેકટ્રોનિક જેકાર્ડ અને વેલવેટ મશીનો આકર્ષણનું કેન્દ્ર રહેશે

ચાલુ વર્ષે કોરોનાના કારણે દેશમાં કોઇ પણ એક્ઝિબિશનનું આયોજન કરી શકાયું નથી. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્સ્પો-2021 સીટેક્ષનું તા.9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજન કરાશે. જેમાં દેશના 15થી વધુ શહેરોની સાથે શ્રીલંકા, બાંગ્લાદેશ અને વિયેતનામના 100થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લેશે. ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, સીટેક્ષ શ્રેણીનું પાંચમું પ્રદર્શન જાન્યુઆરી, ર૦ર૧માં યોજાશે. જેમાં ટેક્સટાઇલ મશીનરી અને તેના સંબંધિત એન્સિલરીઝ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રાઇડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્સટાઇલ એન્જીનિયરીંગ, ટેક્નિકલ ટેક્સટાઇલ મશીનરી અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેક્‌ટર્સને આવરી લેવાશે.

કોરોનાકાળમાં રાજ્યભરમાં પ્રથમ વખત આ ફિઝીકલ એક્ઝિબિશન ચેમ્બરના સરસાણાં કન્વેન્શન સેન્ટર ખાતે 10,500 સ્ક્‌વેર મીટર એરિયામાં યોજાશે. એક્ઝિબિશનમાં એરજેટ લુમ્સ, વોટરજેટ લુમ્સ, રેપિયર લુમ્સ, સકર્યુલીંગ નિટીંગ, ડિજીટલ પ્રિન્ટીંગ મશીન મુકાશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ચેમ્બરના આ એક્ઝિબિશન થકી 10,000થી વધુ વિવિધ સેક્ટરમાં મશીનરીઓના ઓર્ડર નોંધાયા હતા. સીટેક્ષના ચેરમેન હિમાંશુ બોડાવાલા જણાવે છે કે, બીટુબી ધોરણે યોજાનારા સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા ઇલેક્‌ટ્રોનિક જેકાર્ડનું પ્રદર્શન કરાશે. સાથે જ વેલવેટ મશીનો આ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વિયેતનામ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના વિઝીટર્સ ભાગ લેશે.માલેગાંવ, ઇરોડ, તિરૂપુર, સેલમ, કોઇમ્બતુર, ભીવંડી, મુંબઇ, લુધિયાના અને પાનીપતથી ઉદ્યોગકારો સામેલ થશે.

અન્ય સમાચારો પણ છે...