સહાય:2070માંથી 1942 પરિવારને કોરોના મૃત્યુ સહાય ચૂકવાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મૃત્યુ સહાય માટે ઓનલાઇન અરજી સ્વિકારવાની શરૂઆત કરાતા જ જિલ્લામાંથી 2070 અરજી કલેકટરને મળી છે.જિલ્લામાંથી ઓનલાઇન 3400 અરજી આવી હતી. કલેકટરે આ પૈકીના 1942 અરજદારોને સહાય ચૂકવી છે. જ્યારે વધુ 70ને સહાય ચૂકવવાની તૈયારી થઇ ગઇ છે. સંભવત શનિવાર સુધી ચૂકવી દેવાશે.

ઓનલાઇન અરજીઓને ચકાસીને 39ને સહાય ચૂકવવામાં આવી છે. સરકાર ચોપડે નોંધાયેલા સિવાયના અરજદારોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકારે પ્રથમ 12 કરોડ, બાદ વધુ 3.20 કરોડની ગ્રાન્ટ આપી છે. જોકે, જે રીતે અરજીઓ આવી રહી છે ત જોતાં તંત્ર વધુ 10 કરોડની ગ્રાન્ટ માંગે તેવી શક્યતા છે. જોકે, મોટાભાગની અરજીમાં પુરાવા અધૂરા હોય છે. જેથી તેમને પુર્તતા કરવા પરત મોકલાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...