બુકિંગ શરૂ:11મીથી ગો ફર્સ્ટ દિલ્હી, કોલકાતા બેંગલુરુની ફ્લાઇટ ટેકઓફ કરશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જનરલ સિવિલ એવિએશની લીલીઝંડી, બુકિંગ શરૂ

અગામી 11 નવેમ્બરથી બજેટ એવિએશન એરલાઇન્સ ગો ફર્સ્ટ સુરત એરપોર્ટથી દિલ્હી, કોલકાતા અને બેંગ્લોરની ફ્લાઇટ ટેક ઓફ કરવા જઈ રહી છે. એટલું જ નહીં, ગો ફર્સ્ટ એરલાઇન્સે બુકિંગ પણ શરૂ કર્યું છે. તાજેતરમાં ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશને ગો ફર્સ્ટને સુરતથી ફ્લાઇટ ઓપરેટ કરવા મંજૂરી આપી હતી. જો કે, એરપોર્ટના ડિરેક્ટર અમન સૈની કહે છે કે અમારી પાસે પ્રપોઝલ આવશે તો તરત મંજૂરી આપી દેવાશે.

સુરત એરપોર્ટથી ટાઇમ શિડ્યૂલ-ફેર

ફ્લાઇટલેન્ડિંગટેકઓફએરફેર(રૂ.)
દિલ્હી-સુરત-દિલ્હી08ઃ2008ઃ505,108-5,555
કોલકાતા-સુરત-કોલકાતા13ઃ3014ઃ055,498-6,395
બેંગ્લોર-સુરત-બેંગ્લોર17ઃ3018ઃ005,948-6,395
દિલ્હી-સુરત-દિલ્હી20ઃ1020ઃ405,108-5,555

અગાઉ 6 ફ્લાઇટ માટે તૈયારી દેખાડી હતી

એરપોર્ટ સૂત્રોના જમાવ્યા પ્રમાણે કોરોના વાયરસની મહામારી પહેલા પણ ગો ફર્સ્ટે સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં પો તાની ઓફિસ ખોલવા માટે મંજૂરી માંગી હતી. તે સમયે એરપોર્ટ ડિરેક્ટર અમન સૈનીએ તેને મંજૂરી આપી હતી. જો કે, તે સમયે સુરતથી પટના, હૈદરાબાદ, ચેન્નાઇ, કોલકાતા, ગોવા, લખનઉ, દિલ્હી અને ચંદિગઢની ફ્લાઇટ ઓપરેટ કરવા માટે તૈયારી દેખાડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...