રાજકીય માહોલ ગરમાયો:વરસાદ પડે ત્યારે દેડકા આવે : કોંગ્રેસ ટ્વિટર-ફેસબુકથી બહાર આવો : આપ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સામી ચૂંટણીએ કોંગ્રેસ પ્રભારી અને AAP ના પ્રદેશ અધ્યક્ષ વચ્ચે રાજકીય બયાનબાજી થઇ હતી જેને પગલે રાજકીય માહોલ ગરમાયો હતો.નવસારીમાં કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ AAP ક્યાં દેખાતી ન હોવાનું કહેતા ઈટાલીયાએ આંખની સારવાર કરવાની સલાહ આપી હતી.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી મને ક્યાંય દેખાતી નથી: રધુ શર્મા
આમ આદમી પાર્ટીના વધતાં કદ અને પ્રચારને લઈને નવસારીમાં પ્રશ્ન પૂછવામાં આવતા રઘુ શર્માએ કહ્યું હતું કે ‘વરસાદ પડે ત્યારે દેડકાઓ આવે છે, જ્યારે ચોમાસું પૂર્ણ થાય ત્યારે એ પણ જતા રહે છે’ એવું જ રાજકીય પાર્ટીઓનું પણ છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નવી પાર્ટીઓ આવે છે, પરંતુ ગુજરાતમાં 40 વર્ષથી વધુનો મને પણ અનુભવ છે. અહીં માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ રાજકીય હરીફાઈ થશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ક્યાં દેખાતી નથી. રાજકીય પાર્ટીઓનું પણ દેડકાં જેવું છે.

તમારે આંખોની સારવાર કરાવવાની જરૂર છે,ગ્રાઉન્ડ પર ઉતરો: ઈટાલીયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, કોંગ્રેસના પ્રભારી રઘુ ચૌધરીએ આંખની સારવાર કરવાવાની જરૂર છે. આસપાસના લોકો પર વિશ્વાસ કરવા કરતા ગ્રાઉન્ડ પર ઉતરી લોકોને રૂબરૂ મળવું જોઈએ.જનતા આમ આદમી પાર્ટીને પસંદ કરવા લાગી છે. જનતા બદલાવ લાવવા જઈ રહી છે ત્યારે રઘુ શર્મા બિનજરૂરી નિવેદનો કરી રહ્યા છે. આ વિધાનસભામાં ભ્રષ્ટાચાર અને પ્રામાણિકતાની લડાઈ છે. ટ્વીટર અને ફેસબુકથી બહાર નીકળો.

અન્ય સમાચારો પણ છે...