તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અમરોલીમાં 10 % વ્યાજ ગણી મિત્રને ફસાવાયો, 25 હજાર આપી દોઢ લાખ ઉઘરાણી કરનાર 3 પકડાયા

સુરત21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • રૂ.60 હજાર પેનલ્ટી ગણી ઢોરમાર માર્યો

રત્નકલાકાર મિત્રને ઉછીના આપેલા રૂ.25 હજાર પર વ્યાજ અને પેનલ્ટી ગણીને રૂ.1.60 લાખની ઉઘરાણી કરીને ધમકી આપનાર ત્રણને સરથાણા પોલીસે ધરપકડ કરી છે.સરથાણાના શ્યામધામ ચોક પ્રભુદર્શન રો હાઉસમાં રહેતા નિકુંજ રમેશભાઇ લીંબાણી કતારગામના એક કારખાનામાં રત્નકલાકાર છે. લોકડાઉનમાં બેકાર નિકુંજે ઓક્ટોબર 2020 મિત્ર સંજય સુખાભાઇ સાંબડ પાસેથી રૂ.25 હજાર ઉછીના લીધા હતા. જોકે, બાદમાં સંજયે ઉછીના આપેલા નાણાં પર 10 ટકા વ્યાજ અને તેના પર પેનલ્ટી ગણીને રૂ.60 હજારની ઉઘરાણી કરવા લાગ્યો હતો. નાણાં ન ચુકવી શકતા સંજયે આર.સી.બુક-આધારકાર્ડ લઇ લીધા હતા.

બાદમાં તે પરત આપવાનું કહી કોરા ચેક લીધા હતા. સંજયે નિકુંજને ઓછા વ્યાજે પૈસા અપાવવાનું કહી મુકેશ રબારી સાથે મુલાકાત કરાવી હતી. સંજયે નિકુંજ પાસેથી મુકેશે ખરીદેલા આઇફોનના બાકી રૂ.67 હજાર ચૂકવ્યા હતા. બાદ સંજયે કુલ રૂ.1.60 લાખની ઉઘરાણી કરી સ્વસ્તિક પ્લાઝા પાસે બોલાવ્યો હતો. જ્યાં સંજય, મુકેશ રબારી અને અને તેના સાથીએ ઢોર મારમાર્યો હતો. બનાવ અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી આરોપી સંજય સુખા સાંબડ (રહે, શાંતીકુજ,છાપરાભાઠા), મુકેશ માનસંગ રબારી (રહે, રંગઅવધુત, છાપરાભાઠા )અને ભરત માયા ખેર (રહે, રિલાયન્સ નગર, અમરોલી)ની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો