તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિત્રતાની અનોખી મિશાલ:કાપોદ્રામાં મિત્રનું બીમારીમાં મોત થતા તેના વિરહમાં મિત્રે ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મિત્ર વિરહમાં કપોદ્રામાં યુવકે આપઘાત કરી લીધો હતો.આપઘાત કરતા પહેલા પોતાના મૃતક મિત્રનો ફોટો પણ સોશિયલ મીડિયામાં મુક્યો હતો.યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. યુવક ઝેરી દવા પી ઘર નજીક જ બહેનની ત્યાં જમવા ગયો જ્યાં તેને ઉલટી થવા લાગતા ઘટનાની જાણ બહેન-બનેવીને થઈ હતી.

બનેવીએ આત્મહત્યા પાછળનું કારણ પૂછતાં યુવકે તેના મિત્રના મોતની યાદોમાં પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. યુવકે આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયામાં મૃતક મિત્રનો ફોટો મૂકી રડવાનું ઇમોજી પણ મૂક્યું હતું. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ મુરઘાકેન્દ્ર નજીક ચંચળનગર સોસાયટીમાં રહેતો 26 વર્ષિય મનોજ બાવચંદભાઈ ચાવડા માવામાં બનાવવામાં ઉપયોગમાં આવતો ચુનાની ફેકટરીમાં પાર્સલ બનાવવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેને મંગળવારે બપોરના સમયે ઘરે ઝેરી દવા પી ઘર નજીક રહેતી તેની બહેન ગીતાબેનની ઘરે જમવા માટે ગયો હતો.

જ્યાં થોડા સમયમાં મનોજ ઉલટી કરવા લાગ્યો ત્યારે તેને જણાવ્યું કે મેં ઝેરી દવા પી લીધી છે. જેથી તાત્કાલિક મનોજને સારવાર માટે તેના બહેન-બનેવી સ્મીમેર હોસ્પિટલમાં લઈ આવતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ મનોજભાઈ ઝેરી દવા પીને તેના બહેન- બનેવી ઘરે ગયો ત્યારબાદ ઊલટીઓ કરવા લાગતા ઘટનાની જાણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...