તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:પોલિસ અને પેરામિલેટ્રી ફોર્સને નિ:શુલ્ક આર્યુવેદિક દવા અપાઇ, કોરોવાઇલ ટેબલેટ વિતરણ પણ કરાઇ

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસની મહામારીથી બચવા સમગ્ર  દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેથી આ વાયરસની સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા અનેક અસરકારક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.અનેક સંસ્થાઓ પણ સ્વેચ્છાએ રોગપ્રતિકારક શક્તિ વર્ધક દવાનું વિતરણ કાર્ય કરી રહી છે. આર્યુવેદીક વૈદ્ય સંદીપ પટેલ  દ્વારા કોરોવાઇલ ટેબલેટ બનાવવામાં આવી છે. આ ટેબલેટ કફનાશક, વાયરલ ઇન્ફેકશન, તાવ અને ફેફસાની તકલીફના નિવારણ માટે લાભદાયી છે. સુરત શહેરના દરેક પોલિસ સ્ટેશનમાં અને દરેક પોલીસકર્મીને  વિનામૂલ્યે દવા આપવાની કામગીરીની  શરૂઆત પોલિસ કમિશનર કચેરી ખાતેથી કરવામાં આવી હતી. સતત સાત દિવસ સુધી દવા વિતરણ કરવામાં આવશે. કુલ ૬૦૦૦ જેટલા પોલીસ સ્ટાફ અને પેરામિલેટ્રી ફોર્સને કોરોવાઇલ ટેબલેટ વિતરણ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો