તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:સચિનના ઝિંગાના વેપારી પાસેથી 6 મહિનાનો વાયદો કરી ઉધારમાં ખરીદી કરી ઠગોએ 2.60 કરોડનો ચૂનો ચોપડ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિલા સહિત બે સામે ફરિયાદ, આરોપીઓએ આપેલા ચેક પણ રિટર્ન થયા હતા

સચિનમાં ઝિંગા વેપારી સાથે મહિલા સહિતે બે લોકોએ 2.60 કરોડની છેતરપિંડી કરી હતી. સચિનમાં ઝિંગા ઉછેર સામાનનો વેપાર કરતાં ભદ્રેશ કાંતિ પટેલ પાસેથી જાન્યુઆરી 2020માં અનિલ નવનીત ભગવાકર અને અજીત મિશ્રા હૌસલાપ્રસાદ મિશ્રા એ 6 માસના વાયદાથી ઝિંગાના બચ્ચા,ખોરાક,દવાઓ ઉધારમાં લીધી હતી.

બાદમાં અનિલના સ્થાને તેની પત્ની નીતા વ્યવહાર કરતી હતી. બંનેએ ભદ્રેશભાઈ પાસેથી 4.75 લાખનો સામાન ખરીદ્યો હતો. તેની સામે 6 મહિનામાં તૈયાર ઝિંગા પરત ભદ્રેશભાઈને વેચ્યા હતા.તેના 2.15 કરોડ ઓછા થયા હતા. નીતા અને અજીતે બાકીના 2.59 કરોડ ચૂકવ્યા નહતા. આરોપીઓના ચેક રિટર્ન થતાં ભદ્રેશ પટેલે બંને વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...