તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વરાછા અને કતારગામના 190 લોકો સાથે ઠગાઈ બારોટબંધુ 20 લાખથી ઓછું રોકાણ લેતા ન હતા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી કૃણાલ અને નિરલ બારોટ - Divya Bhaskar
આરોપી કૃણાલ અને નિરલ બારોટ
  • રોકાણને બહાને 125 કરોડની છેતરપિંડી કરનારા કૃણાલ અને નિરલની કબૂલાત
  • આરોપીઓએ 2019માં લેણદારો સાથે મિટિંગ કરી વર્ષે દોઢ ટકા રકમ આપવાનો વાયદો કર્યો હતો

વરાછા અને કતારગામમાં ઓફિસ શરૂ કરીને તેમની કંપનીમાં રોકાણના કરાવાના બહાને 190 લોકો પાસેથી 125 કરોડ લઈ છેતરપિંડી કરનારા ઠગ ભાઈઓ નિરલ બારોટ અને કૃણાલ બારોટે રોકાણકારો પાસેથી 20 લાખ રૂપિયાથી ઓછી રકમ લીધી ન હતી. ઇકો સેલે બંને ભાઈઓની અમદાવાદથી ધરપકડ કરી છે. સુમુલ ડેરી રોડ પર શ્રદ્ધા સોસાયટીમાં રહેતા કૃણાલ બારોટ અને તેના ભાઈ નિરલે કતારગામ અને વરાછામાં કેપીએમએસ ટ્રેડિંગ કંપની અને ડી સ્ક્વેર ગૃપ એન્ડ કંપનીના નામે કંપની શરૂ કરી હતી.

આરોપી ભાઈઓએ રોકાણ કરનારાઓ પાસેથી ઓછામાં ઓછા 20 લાખ લીધા હતા. તેનાથી ઓછા રૂપિયા તેઓએ સ્વીકાર્યા ન હતા. બાદ તેઓએ ઉઠમણું કરી લીધું હતું. બંને ભાઈઓ પર રૂપિયા ચૂકવી આપવા બહુ દબાણ હતું. પરંતુ તેઓએ અમને જ રૂપિયા ચૂકવ્યા હતા. જેઓએ પોલીસનો ઉપયોગ કરીને બંને ભાઈઓ પર દબાણ લાવ્યા હતા. તેઓ પાસેથી રૂપિયા કઢાવવા લેણદારોએ અને લેણદારોને રૂપિયા ન ચૂકવવા પડે તે માટે બંને પક્ષોએ બહુ કાવા દાવા કર્યા હતા.

બંને ભાઈઓ પર દબાણ વધારાનું ત્યારે 2019માં કૃણાલે સુરતમાં લેણદારો સાથે મિટિંગ કરી હતી. તેમાં કૃણાલે જણાવ્યું હતું કે તમામ લેણદારોને વર્ષે દોઢ ટકા રકમ ચૂકવશે, છતાં રૂપિયા ન ચૂકવતા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ઇકો સેલે બંને આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરી છે. લેણદારો અને બંને ઠગ ભાઈઓ વચ્ચે વચેટિયાની ભુમિકા ભજવનાર પ્રવિણ અને કપીલની તેમજ એક ઉચ્ચ પોલીસ અધિકારીની ભુમિકા પણ શંકાસ્પદ છે.

ફરિયાદમાં 4 લોકોના રૂપિયા ફસાયાનો ઉલ્લેખ
વરાછા અને કતારગામ સહિતના વિસ્તારોમાં લોકોને ભરમાવી વિવિધ પ્રકારની વાત કરી શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો થશે એવી લાલચ આપીને લોકો પાસેથી મોટા પાયે રોકાણ કરાવ્યું હતું. હાલમાં 2.57 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તેમાં માત્ર 4 જણાના રૂપિયા ફસાયા હોવાનો ઉલ્લેખ છે. ખરેખર આરોપીઓએ 190 જણા પાસેથી 125 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા રોકાણના બહાને ખંખેરી લીધા હતા. બાદ કોઇ જવાબ આપતા ન હતા.

કૃણાલે પોતાની નાદારી જાહેર કરવા અરજી કરી
આરોપી કૃણાલ વકીલોની સલાહ લઈને આગળ વધતો હતો. લેણદારોમાં તેના પ્રત્યે રોષ હતો ત્યારે કૃણાલે કોર્ટમાં અરજી કરી હતી કે તેની પાસે હાલમાં કાંઈ છે નથી ચોથી નાદારી જાહેર કરશે.

અન્ય સમાચારો પણ છે...