છેતરપિંડી:સુરતમાં એક ખાતેદાર પાસે 97.23 રૂપિયાનું જોબવર્કનું કામ કરાવી ઠગબાજોએ હાથ ઉંચા કરી દીધા, ફરિયાદ દાખલ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ભોગ બનનાર ખાતેદાર મૂળ રાજકોટના જામકંડોરણાના વતની છે

કાપોદ્રાના એક ખાતેદાર પાસે લાખો રૂપિયાનું જોબવર્કનું કામ કરાવી ઠગબાજો એ હાથ ઉંચા કરી દીધા હોવાની ઘટના સામે આવી છે. બાકી નીકળતા 35 લાખ રૂપિયાની સામે મિલકત આપવાની વાત કરી ઠગબાજોએ આસ્થા ઇન્ડ્રસ્ટીઝમાં બે ખાતા બતાવી 1.32 કરોડમાં આપી દઈએ એમ કહી બીજા લાખો રૂપિયા પડાવી લીધા હતા. ઠગબાજો હાથે છેતરાયેલાં ખાતેદારે પૈસા કે મિલકત નહીં મળતા કાપોદ્રા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે 97.23 લાખની છેતરપિંડી કેસમાં ઠગબાજો વિરોધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જાબવર્કનું કામ કરાવી સમયસર પેમેન્ટ ચુકવી વિશ્વાસમાં લીધા
કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે, ભોગ બનનાર હસમુખભાઈ સમજીભાઈ ચોવટીયા મૂળ રાજકોટના જામકંડોરણાના વતની અને હાલમાં સરથાણા વ્રજચોક માન્ય રેસીડેન્સીમાં રહે છે અને કાપોદ્રા અક્ષરધામ સોસાયટીમાં ખાતા નં- ડી-4 પહેલા માળે સિલાઈ મશીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. હસમુખભાઈ પાસે વરીયાવ ગામ ખાતે આવેલ આસ્થા ઈન્ડસ્ટ્રીઝમાં મારૂતી એમ્બ્રોઈડરીના દામજી ભીખાભાઈ માવાણી, ખોડલ ટેકસના માલીક મુક્તાબેન દામજીભાઈ, પુત્ર સુનીત દામજી (રહે, શિવાજંલી-2 ગોકુલધામ સોસાયટી મોટા વરાછા) અને ભત્રીજા લાલજી શામજી માવાણી (રહે, રૂપાલી સોસાયટી હિરાબાગ સર્કલ)એ શરુઆતમાં જાબવર્કનું કામ કરાવી સમયસર પેમેન્ટ ચુકવી વિશ્વાસમાં લીધા હતા.

હસમુખભાઈને કુલ રૂપીયા 57,00,000 ચુકવ્યા હતા
વર્ષ 2017માં 35,23,621 ના મતાનું ચણીયા ચોળીનું જોબવર્કનું કામ કરાવ્યું હતું. જેના પેમેન્ટની અવાર નવાર માંગણી કરતા છતાંયે પેમેન્ટ ચુકવ્યુ ન હતું. ત્યારબાદ આરોપીઓએ તેમની આસ્થા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા બે ખાતા વેચવાની વાત કરી રૂપિયા 1,32,51,000 સોદો નક્કી કર્યો હતો. પરંતુ હસમુખભાઈ પાસે પૈસા ન હોવાથી તેના ફુવા મનસુખભાઈ જીવરાજ સાવલીયા સાથે ભાગીદારીમાં ખરીદવાનું નક્કી કરી ટોકન પેટે રૂપિયા 5 લાખ આપી બંને ખાતાના સાટાખત બનાવ્યા હતા. જયારે જાબવર્કના નિકળતા રૂપિયા 35,23,621 બાદ કરી રૂપિયા 97,27,379 આપવાના હતા. જેમાંથી ટુકડે ટુકડે રોકડા 44,00,000 બાકીના આરટીજીએસ મારફતે ચુકવ્યા હતા. હસમુખભાઈ કુલ રૂપીયા 57,00,000 ચુકવ્યા હતા.

દસ્તાવેજ કેન્સલ કરાવ્યો હતો
સાટાખત અને બજા રસીદ બનાવ્યા બાદ બંને મિલકત ઉપર લોન ચાલતી હોય જે ટાઈકલ ક્લીયર કરાવી દસ્તાવેજ બનાવી આપવાનો સમજુતી કરાર કર્યો હતો. આરોપીઓએ એક મિલ્તકનો દસ્તાવેજ કરી આપ્યા બાદ મિલકત ઉપર લોન ભરવાની બાકી છે બેન્ક વાળા તમારા ઉપર કેસ કરવાનું કહે છે જેથી દસ્તાવેજ કેન્સલ કરાવ્યો હતો. પૈસા પરત આપવાનું કહી સમય પસાર કર્યા બાદ ચેક આપ્યો હતો. જે ચેક બેન્કમાં જમા કરતા ખાતુ બંધ હોવાનું બહાર આવ્યું હતુ આરોપીઓએ જોબવર્કનું પેમેન્ટ તેમજ મિલ્કતના મળી કુલ રૂપિયા 97.23 લાખ પડાવી મિલ્કતનો દસ્તાવેજ બનાવી નહી આપી ઠગાઈ કરી હતી. પોલીસે હસમુખભાઈની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.