તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નવા IPOમાં રોકાણની લાલચ આપી છેતરપિંડી કરનાર ઝબ્બે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી ધ્રૂવ - Divya Bhaskar
આરોપી ધ્રૂવ
  • આરોપી ધ્રુવ શાહ કોર્ટ બહારથી ઝડપાયો

શેરબજારમાં નવા આવતા આઈપીઓમાં રોકાણ કરવાથી સારૂં વળતર મળશે એવી લાલચ આપીને કરોડોની છેતરપિંડી કરનાર ધ્રુવ શાહ બીજી વખત ઝડપાયો. આ વખતે મુંબઈમાં નોંધાયેલા ગુનામાં આરોપી સુરત કોર્ટ બહારથી ઝડપાયો.ઇકો સેલના પીએસઆઈ આઈ.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે, મુંબઈના કપુરબાવાડી પોલીસ સ્ટેશનમાં આરોપી ધ્રુવ વિપુલકુમાર શાહ વિરુદ્ધ 67 લાખ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. તેમાં લોકોને શેરબજારમાં નવા બહાર પડતા આઈપીઓમાં રોકાણ કરવાથી સારૂ વળતર મળશે અને બ્રોકર બનાવવાની લાલચ આપીને રૂપિયા લઈ છેતરપિંડી કરી હતી.

મુંબઈ પોલીસે સુરત આવીને ઇકો સેલની મદદ લીધી હતી. દરમિયાન પીએસઆઈ આઈ.ડી.દેસાઈને માહીતી મળી હતી કે ધ્રુવ સુરત કોર્ટ બહાર બ્રીજ નીચે છે.જેના આધારે તેની ધરપકડ કરી હતી.આરોપી વિરુદ્ધ 2 મહિના પહેલા સુરતમાં પણ ક્રાઈમ બ્રાંચમાં આ રીતની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. તેમાં પોલીસે તેની વડોદરાથી ધરપકડ કરી હતી. તે ગુનામાં દોઢ મહિના પહેલા જામીનમુક્ત થયો હતો. આ રીતે ચારેક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

અન્ય સમાચારો પણ છે...