સુરતના ક્રાઈમ ન્યૂઝ:પારસીના મકાનના ખોદકામમાં 40થી 50 કિલો સોનાના સિક્કા મળ્યા હોવાની વાત કરી ઠગાઈ આચરનાર ઝડપાયો

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોનાના સિક્કાની લાલચ આપી છેતરપિંડી કરનાર ઝડપાયો - Divya Bhaskar
સોનાના સિક્કાની લાલચ આપી છેતરપિંડી કરનાર ઝડપાયો

પારસીના જુનાં મકાનમાં ખોદકામ દરમિયાન પાયા માંથી 40 થી 50 કિલો સોનાના સિક્કા મળેલ હોય જે સસ્તામાં વેચવાની લાલચ આપી એક કરોડ ૧૦ લાખ રૂપિયા લઇ સોનાના ખોટા સિક્કા પધરાવી ઠગાઈ કરનારા એક આરોપીને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી સામે વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આરોપી પોલીસને ચકમો આપી છેલ્લા ૧૦ માસથી નાસ્તો ફરતો હતો. આખરે સુરતથી તે ઝડપાઈ ગયો.

સોનાના સિક્કાની લાલચ આપી છેતરપિંડી કરનાર ઝડપાયો
ડીંડોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે ડીંડોલી જુના જકાતનાકા રેલ્વે પટરી પાસેથી આરોપી અર્જુન ઉર્ફે દિનેશ ઉર્ફે ભીમો ભીખાભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વડોદરા ખાતે રહેતા “તેના લીડર પ્રભુ ઉર્ફે રાજેશ ઉર્ફે રાજુ ગુલશન સોલંકી તથા તેની માતા મીરા ગુલસન સોલંકી તથા પ્રભુ સોલંકીની માસીની દિકરી બહેન તેજુ રાઠોડ સાથે મળી કાવતરું કરીને વર્ષ ૨૦૧૯ માં દિવાળીના સમયગાળા દરમ્યાન વાપી જી.આઇ.ડી.સી. હાઈવે ઉપર આવેલ હોટેલમાં સુરત ઉત્રાણ ખાતે રહેતા ગોવિંદભાઈ બોરડા જમવા માટે ગયા હતા. તે વખતે આરોપી દિનેશ સોલંકી મજુરના વેશમાં ગોવિંદભાઈ પાસે ગયો હતો અને ખૂબજ ભૂખ લાગેલ હોય જમવાનું માંગતા તેની પર દયા આવી હતી અને તેને હોટલમાંથી જમવાનું અપાવ્યું હતું. જેથી આરોપી દિનેશ સોલંકીએ ગોવિંદભાઈને એક સોનાનો સિક્કો આપી કહેલ કે સેલવાસામા પારસીના એક જુના મકાનમાં પાયામાં ખોદકામ દરમિયાન અમોને ઘણાબધા સોનાના સિક્કાઓ મળી આવેલ છે, અમે મફતનું નથી ખાતા તેમ કહી પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. જેથી ગોવિંદભાઈએ સુરત આવી મહિધરપુરામાં સોની પાસે સિક્કો ચેક કરાવતા અસલ સોનાનો હોવાનું તેમજ ગુગલ ઉપર સર્ચ કરતાં અઢારમી સદીનો સિક્કો હોવાનું જાણવા મળ્યું હતું.

કાવતરું રચી વેપારીને સોનાના સિક્કામાં ભેરવ્યો
​​​​​​​
જોકે ત્યારબાદ આરોપીએ ગોવિંદભાઈને મોબાઇલ ફોન પર વાત કરી પોતાની પાસે 40 થી 50 કિલો સોનાના સિક્કા હોવાનું જણાવ્યું હતું.તેને આ સિક્કા સસ્તામાં વેચવાના હોવાનું જણાવતા લોભ લાલચમાં આવીને ગોવિંદભાઈ વાપી ગયા હતા. જ્યાં આગળ આરોપીઓએ કાવતરું રચી એક સંપ થઈ ગોવિંદભાઈને સૌ પ્રથમ ૧૦ કીલો જેટલા સોનાના સિક્કા ભરેલી થેલી બતાવી હતી. જેમાંથી ગોવિંદભાઈએ હાથ નાખી સાત સિક્કા ચેક કરવા માટે કાઢી લીધેલ અને ફરીવાર સુરત પરત આવી સોની પાસે ચેક કરાવતા તે પણ અસલ સોનાના સિક્કા હોવાનુ જાણવા મળ્યુ હતું.જેને લઇ ગોવિંદભાઈ સંપૂર્ણ વિશ્વાસમાં આવી ગયા હતા.

ત્રણ કરોડમાં 40 થી 45 કિલો સોનાના સિક્કા લેવાનું નક્કી કર્યું
​​​​​​​
વેપારી ગોવિંદભાઈને વિશ્વાસ આવી ગયા બાદ આરોપીને ફોન કરી સોનાના સિક્કા લેવાની ઈચ્છા દર્શાવી હતી. જેને લઇ તેઓને વાપી જી.આઇ.ડી.સી. મુક્તિધામ સ્મશાન પાસે બોલાવી રૂપિયા ત્રણ કરોડમાં ૪૦ થી ૪૫ કીલો સોનાના સિક્કા લેવાનું નક્કી કર્યું હતું.

જથ્થામાં ખરીદેલા સોનાના સિક્કા ચેક કરાવતા નકલી જણાઈ આવ્યા
​​​​​​​
સોનાના સિક્કા ની ડીલ થઈ ગયા બાદ .જે તે વખતે ગોવિંદભાઈએ એક કરોડ દસ લાખ રૂપીયા રોકડા આપ્યા હતા.અને બાકીના રૂપિયાની વ્યવસ્થા કરીને સુરત ખાતે આરોપીઓને આપવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ગોવિંદભાઈએ સુરત આવી તમામ સોનાના સિક્કાઓ ફરિવાર સોની પાસે ચેક કરાવતા તે તમામ સિક્કાઓ ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇ ગોવિંદભાઈ ને છેતરાયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ફરીવાર વાપી આવી આરોપીઓની તપાસ કરતા તેઓ મળી આવ્યા ન હતા.તમામ આરોપી મોબાઈલ ફોન બંધ કરી નાશી ગયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. જે બનાવ બાબતે ગોવિંદભાઈએ વાપી ઉધોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં આરોપી છેલ્લા ૧૦ માસથી પોલીસની ચકમો આપી નાસતો ફરતો હતો.

આરોપી મોહમદ સાજીદ ઉર્ફે પપ્પુ અબ્દુલ કાદિર શેખ ઝડપાયો છે.
આરોપી મોહમદ સાજીદ ઉર્ફે પપ્પુ અબ્દુલ કાદિર શેખ ઝડપાયો છે.

મોબાઈલ ચોર ઝડપાયો
મોબાઈલ ચોરી તથા મોબાઈલ સ્નેચીગની ઘટનાઓ સામે આવી રહી છે. અને આ મામલે પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઈ રહી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આવા જ એક મોબાઈલ ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે વહેલી સવારમાં ફૂટપાથ ઉપર તેમજ ખુલ્લા મકાન અથવા ઝુપડામાંથી મોબાઈલ ફોનની ચોરી કરતા આરોપી મોહમદ સાજીદ ઉર્ફે પપ્પુ અબ્દુલ કાદિર શેખને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...