તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રાંદેરમાં ઓનલાઇન પેમેન્ટના નામે ઠગાઇ કરનારો પકડાયો

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અડાજણ કલ્પવૃક્ષ ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહેતા જયેશ જીવાણીની રાંદેર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તમાકુના હોલસેલની દુકાન છે. તા.20મી ઓકટોબરે બારેક વાગ્યાના અરસામાં એક શખ્સ તમાકુ લેવા માટે આવ્યો હતો. આ શખ્સે તેમની પાસેથી રૂ.38,720ની કિંમતનું તમાકુ ખરીદ્યું હતું. બાદમાં ઓનલાઇન પેમેન્ટ કરી આપવાનું કહ્યું હતું. થોડી વારમાં વેપારી પર પેમેન્ટનો મેસેજ પણ આવી ગયો હતો. જોકે,બાદમાં તેમણે બેંકમાં તપાસ કરતા તેમના ખાતામાં કોઇ નાણા જમા થયા ન હતા. બનાવ અંગે રાંદેર પોલીસે ગુનો નોંધી ગઠિયા અમિત ભરતભાઇ હીરપરા (રહે, સૌરાષ્ટ્ર ટાઉનશીપ સુદામા ચોક મોટા વરાછા)ને પકડી પાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...