છેતરપિંડીની ફરિયાદ:સુરતના 19 વેપારીઓ સાથે ઠગાઇ, અમૃતસરના વેપારીએ 46 લાખનું ફૂલેકું ફેરવ્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમૃતસરના વેપારીએ સુરતના અલગ-અલગ માર્કેટના 19 વેપારીઓ પાસેથી ઉધારમાં કાપડ લઇ રૂપિયા ન ચૂકવી 46.18 લાખની છેતરપિંડી કરી છે. ઉધના મગદલ્લા રોડ પર હેપ્પી રેસિડેન્સીમાં રહેતા કેવલક િશન નારાયણદાસ અસીજાની(મૂળ રહે. હરિયાણા) સલાબતપુરાની રાધાક્રિષ્ણા ટેક્સટાઈલ માર્કેટમાં કાપડની દુકાન છે.

આરોપી રણજીતસિંગ અમૃતસરમાં સીંગ બ્રધર્સના નામે કાપડનો વેપાર કરે છે. ઓળખીતાના માધ્યમથી રણજીતસિંગે કેવલકિશન અને સુરતના અન્ય વેપારીઓ પાસેથી ઉધારમાં કાપડ ખરીદીને નિશ્ચિત સમય મર્યાદામાં રૂપિયા ચૂકવી દેવાનો વિશ્વાસ અપાવીને 2018માં ઉધારમાં કાપડ લીધું હતું. કેવલકિશન પાસેથી 2.38 લાખ રૂપિયાને સુટ-દુપટ્ટાનું કાપડ ખરીદ્યું હતું.

કેવલકિશનને તેમના 2.38 લાખ રૂપિયા ચૂકવ્યા નહતા. કેવલકિશનને માર્કેટમાંથી જાણવા મળ્યું હતું કે અન્ય 18 વેપારીઓ પાસેથી પણ રણજીતસિંગે 43.80 લાખનું કાપડ ખરીદીને રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરી છે. આમ કુલ 19 વેપારીઓ પાસેથી ઉધારમાં કાપડ ખરીદી રૂપિયા નહીં ચૂકવી કુલ 46.18 લાખ રૂપિયા નથી ચૂકવ્યા. કેવલકિશને આરોપી રણજીતસિંગ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...