ક્રાઇમ:રિંગરોડના વેપારી સાથે 9.07 લાખ રૂપિયાની છેતરપિંડી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિંગરોડના વેપારી પાસેથી રૂ.9.07 લાખની સાડી લઇને તમિલનાડુ અને મહારાષ્ટ્રના વેપારીબંધુએ છેતરપિંડી કર્યાની ફરિયાદ સલાબતપુરા પોલીસમાં નોંધાઇ છે. પાર્લે પોઇન્ટ ખાતે રહેતા અશોક યાદવની સુરાના ઇન્ટરનેશનલ કોમ્પ્લેક્સમાં સાડીની દુકાન છે. 2014માં કાપડ દલાલ બાબુ ચૌધરી મારફતે તેમનો પરિચય તમિલનાડુના કુપારામ ચૌધરી અને તેના ભાઇ બાબુ વનાજી ચૌધરી (મહારાષ્ટ્ર બોઇસર) સાથે કરાવ્યો હતો. પ્રથમ ઉધારીમાં કાપડ લીધા બાદ તેના નાણાં ચૂકવી દઇ બાદમાં ચૌધરીબંધુઓએ અશોક યાદવ પાસેથી 2014થી જાન્યુ.-2017 દરમિયાન રૂ.11,46,200ની કિંમતની સાડીઓ ઉધારીમાં ખરીદી હતા. જે પૈકીના રૂ.9,07,930 નહીં ચૂકવીને ઠગાઇ કરી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...