ઠગાઇ:ન્યૂ ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે 7.72 લાખની છેતરપિંડી, જાપાન માર્કેટના 2 ઠગે માલ લઈ નાણાં ન આપ્યાં

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રિંગરોડ સ્થિત ન્યુ ટેક્સટાઇલ માર્કેટના વેપારી પાસેથી રૂ.7.72 લાખની કિંમતનું કાપડ ઉધારમાં ખરીદીને તેના નાણા નહીં ચુકવી ઠગાઇ કરનાર જાપાન માર્કેટના 2 વેપારી વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.સિટીલાઇટ વિસ્તારમાં આવેલી આશિયાના બિલ્ડીંગમાં રહેતા મહેશ બિરબર ચાવલા રિંગરોડ સ્થિત ન્યુ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. 2015માં તેમનો પરિચય જાપાન માર્કેટમાં ડી.એસ.ક્રિએસનના નામે વેપાર કરતા પંકજ સચદેવા (રહે, વિનસ એપાર્ટમેન્ટ પાલગામ) સાથે થયો હતો.

પંકજ અને જાપાન માર્કેટમાં જ સુંદરમ ફેશનના નામે દુકાન ધરાવતા પ્રેમલ જીતેન્દ્ર બારોટ પ્રથમ મહેશભાઇ પાસેથી ઉધારમાં કાપડ ખરીદી તેના નાણા સમયસર આપી દેવાનું કહ્યું તા.7 સપ્ટેમ્બર 2015થી 9 માર્ચ 2016 દરમિયાન પંકજ સચદેવાએ રૂ. 4,47,495ની કિંમતનું ડ્રેસ મટીરીયલ્સનો તથા પ્રેમલ જીતેન્દ્ બારોટ પાસેથી રૂપિયા 3,24,720 મળી કુલ રૂપીયા 7,72,215નો લહેંગા અને ડ્રેસ મટીરીયલ્સના કાપડનો માલ ખરીદ્યો હતો.

નિયત સમયમાં આરોપી પંકજે નાણા નહીં ચુકવતા મહેશભાઈએ ઉઘરાણી શરૂ કરતા પંકજ અને પ્રેમલે નાણા ચુકવી આપનવાનું કહીને બાદમાં દુકાન બંધ કરી નાસી ગયા હતા. બનાવ અંગે મહેશભાઇએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...