છેતરપિંડી:સુરતમાં એમ્બ્રોઈડરીના વેપારી સાથે 75 લાખની ઠગાઈ, દલાલ અને પિતા-પુત્રએ ચણીયાચોળી ખરીદી રૂપિયા ન ચુકવ્યાં

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીઓ સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
આરોપીઓ સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • રૂપિયા નિયમ મુજબ ન આપી ઠગાઈ કરી હતી

કતારગામમાં એમ્બ્રોઈડરીનું ખાતુ ચલાવતા વેપારી પાસેથી દલાલ અને પિતા-પુત્ર સહિત 3 જણાએ ઉધારમાં રૂપિયા 75 લાખના ચણીયાચોળી લઇ રૂપિયા નહિ ચૂકવતા કારખાનેદાર વેપારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

માર્કેટના ધારા ધોરણ પ્રમાણે પેમેન્ટની વાત થયેલી
કતારગામ પોલીસે જણાવ્યું હતું કે, ઉત્રાણમાં પ્લેટિનમ હાઇટ્સ ખાતે રહેતા રાજેશ ધરમશીભાઈ ડોબરીયા એમ્બ્રોઈડરી જોબવર્કનું કામ કરે છે. કતારગામ નવી જીઆઈડીસીમાં તેમનું ખાતું છે. અઢી વર્ષ પહેલા રાજેશનો સંપર્ક કાપડ દલાલ હિમાંશુ નટવરલાલ શનિશ્વરા(રહે. વૈષ્ણવી દેવી એપાર્ટમેન્ટ જહાંગીરપુરા) સાથે થઈ હતી. ત્યારે હિમાંશુ એ વેચાણ કરવા ચણીયા ચોળી માગ્યા હતા. માર્કેટના ધારા ધોરણ મુજબ વેપારીઓ પાસેથી પેમેન્ટ લઈને આપશે તેવી વાત કરી હતી.

આરોપી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
પેમેન્ટની જવાબદારી તેની રહેશે તેવું કહ્યું હતું. ત્યાર બાદ હિમાંશુ સાથે ભરત કાતરિયા અને ભરતનો દીકરો અક્ષિતકુમાર(બંને રહે. લક્ષ્મી નગર સોસાયટી, સીતાનગર ચોકડી પાસે, પુણા ગામ) રાજેશને મળ્યા હતા. ભરત કાતરિયા અને તેમનો દીકરો બોમ્બે માર્કેટમાં દુર્ગા એન એક્ષ નામથી વેપાર કરતા હોવાનું જણાવી હિમાંશુના માધ્યમથી રાજેશ પાસેથી 75 લાખ રૂપિયાની ચણીયા ચોળી ઉધારમાં લીધી હતી. તેને પેમેન્ટ તેઓએ કર્યું નહતું. તમામ આરોપીઓ દુકાન બંધ કરી . નાસી ગયા હતા. તેઓએ રાજેશની જેમ અન્ય વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી છે. રાજેશે ઠગબાજો વિરુદ્ધ ફરીયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.