તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:મહિલાઓની ફ્રેન્ડ-ક્લબમાં જોડવાના બહાને યુવક સાથે 7.35 લાખની ઠગાઈ

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂપિયા ખંખેરી લેનારી ટોળકી સામે કતારગામના યુવકે ફરિયાદ નોંધાવી

કતારગામના યુવકને મહિલાઓની ફ્રેન્ડશીપમાં જોડાવાની લાલચ આપીને તેની પાસેથી ધીરે-ધીરે કરીને ૭.૩૫ લાખ રૂપિયા ખંખેરી લેનાર ટોળકી વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.કતારગામમાં આંબાતલાવડી ખાતે મોહનદીપ સોસાયટીમાં રહેતા આધેડ દિલીપ ગોકળભાઈ ગોધાણી ડભોલીમાં ફરસાણની દુકાનમાં નોકરી કરે છે. સવા બે મહિના પહેલા દિલીપ ગોધાણીના ફોન પર ધારા સોલંકી નામની મહિલાનો ફોન આવ્યો હતો. ધારાએ કહ્યું હતું કે તમારે ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવું હોય તો તમને એક મિટિંગે દસ હજાર રૂપિયા મળશે એવું કહેતા દિલીપ ગોધાણીએ હા પાડી હતી.

તમારે પહેલા મેમ્બરશીપમાં ૨૪૦૦ રૂપિયા ભરવા પડશે કહેતા દિલીપ ગોધાણીએ રૂપિયા ભર્યા હકતા. ત્યાર બાદ બીજા લોકોનો ફોન આવ્યો હતો. બીજા લોકોએ એકાઉન્ટ નંબર આપ્યા હતા. તેમાં રૂપિયા જમા કરવાનું કહેતા દિલીપ ગોધાણીએ કોઈ પણ વિચાર કર્યા વગર તે એકાઉન્ટમાં રૂપિયા નાખી દીધા હતા. આવી રીતે કુલ ૭.૩૫ લાખ રૂપિયા ગઠિયાઓએ જણાવેલા એકાઉન્ટમાં દિલીપ ગોધાણીએ જમા કરાવી દીધા હતા.જોકે પછી દિલીપ ગોધાણીને ખ્યાલ આવી ગયો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.

પરંતુ તેઓએ જે-તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. હવે આવી છેતરપિંડી કરનાર ટોળકીની બે યુવતીઓ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાઈ છે. તેમની તપાસમાં ખબર પડી કે તેઓએ દિલીપ ગોધાણી સાથે પણ છેતરપિંડી કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દિલીપ ગોધાણીનો સંપર્ક કરીને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહેતા તેઓએ કતારગામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.ડી.ગોહિલનો સંપર્ક કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...