તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:લકી ડ્રોમાં 30 લાખની પોલીસી આપવાનું કહી 7 લાખની ઠગાઈ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • SMCની નર્સે 10 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

લાલગેટ વિસ્તારમાં રહેતી મહિલા સાથે ઠગોએ લકી ડ્રોના નામે 7.16 લાખની છેતરપિંડી કરી છે. વરિયાવી બજાર ખાતે અફરા પેલેસમાં રહેતી નસીમ યુસુફ રંગરેજ એસએમસીમાં નર્સ છે. 2011 માં તેમને ઇમરાન નામના વ્યક્તિએ ફોન કરી કહ્યું, ઇન્સ્યુરન્સ કંપનીમાંથી બોલુ છું, લકી ડ્રોમાં તમારો નંબર લાગ્યો છે. કંપનીની પોલીસી લેવા માટે ખાસ સ્કીમ છે. એક વખત બે વ્યક્તિના નામે પોલીસી લઈને માત્ર ૩૦ હજાર ભરવાના. પોલીસીના અંતે ૩૦ લાખ મળશે. નસીમબેને ઠગની વાતમાં આવી પોલીસી લીધી હતી.

ત્યાર બાદ અલગ-અલગ વ્યક્તિઓએ ફોન કરી અલગ-અલગ ચાર્જીસ પેટે 7.16 લાખ લીધા હતા. ગઠિયાઓએ 28.34 લાખનો ચેક આપ્યો હતો તે રીટર્ન થયો હતો. ગઠિયાઓએ નસીમબેનને કહ્યું હતું કે, ચેક આવશે તેથી પંજાબ નેશનલ બેંક અને સ્ટેટ બેંકમાં બે એકાઉન્ટ તમારા નામે ખોલજો, દરમિયાન નસીમને જમ્મુથી સીઆઈડી ઓફિસથી કોઈએ ફોન કરીને ખાતાના રૂપિયાની ઇન્ક્વાયરી કરી હતી જેમાં ગઠિયાઓ વિરુદ્ધ ઉત્તરાખંડના જસપુર પોલીસમાં ગુનો નોંધાયો હતો.

ગઠિયાઓના ખાતાની તપાસમાં નસીમબેનના ટ્રાન્જેક્શન દેખાતા ઉત્તરાખંડ પોલીસે સુરત આવી નસીમબેનની પુછપરછ કરી હતી. જેના આધારે નસીમબેનને ખ્યાલ આવ્યો કે પોતાની સાથે છેતરપિંડી થઈ છે. જેથી આરોપી રોહિત શર્મા, શીખા મલહોત્રા, રાજીવ મિતલ, રાજીવ સક્સેના, મહેશ સક્સેના, નિઝામુદ્દી, નીધિ અગ્રવાલ, ગૌરવ શર્મા, મુખ્તિયાર અંસારી અને ઇમરાન પટેલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...