તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ચાર વેપારીઓની રિંગ રોડના વેપારી સાથે 55 લાખની ઠગાઇ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉધારમાં કાપડ લઇ રૂપિયા ન આપ્યાં

રિંગરોડ પર યુનિવર્સલ ટેક્સટાઈલ માર્કેટના વેપારી પાસેથી ચાર વેપારીઓએ ઉધારમાં કાપડ ખરીદીને રૂપિયા નહીં ચૂકવી પોતાની દુકાનો બંધ કરીને નાસી ગયા હતા.

વરાછામાં એકે રોડ પર યોગેશ્વર સોસાયટીમાં રહેતા ભીખુભાઈ માવજીભાઈ વઘાસિયા રિંગરોડ પર યુનિવર્સલ ટેક્સટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. 2018માં આરોપી પિયુષ રામજી માયાણી( જીયાશ એક્સપોર્ટના પ્રોપ્રાયટર, રહે. વિનાયક સોસાયટી, વરાછા), ગૌતમ પ્રવિણ દોંગા( ડી એન્ડ જી એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર, શાંતિનિકેતન સોસાયટી, વરાછા), શૈલેશ રમેશ નાકરાણી( એસ. આર. એક્સપોર્ટના પ્રોપ્રાયટર( અશ્વમેઘ પેલેસ, કોસાડ) અને કલ્પેશ તળશી ઘોરી( રૂત્વા એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર,પ્રમુખ એવન્યુ, સારોલી રોડ) મળ્યા હતા.

2019 નવેમ્બરથી 2021 દરમિયાન આરોપીઓએ ભીખુભાઈ અને તેમના સંબંધીઓ પાસેથી ઉધારમાં 55 લાખનું ગ્રે કાપડ લીધું હતું. પરંતુ તેઓએ પેમેન્ટ કર્યું ન કરી દુકાનો બંધ કરી દીધી હતી. ભીખુભાઈએ ચારેય વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...