તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ગુજરાતી ફિલ્મના હીરોની માતા સાથે લોનના નામે પાંચ લાખની છેતરપિંડી

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • રીંગરોડના ફાઈનાન્સર વિરૂધ્ધ બીલીમોરાના મહિલાએ છેતરપિંડી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી

બીલીમોરામાં રહેતા ગુજરાતી ફિલ્મના એક્ટરની માતા સાથે સુરતના ફાઈનાન્સરે 5.85 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ બનાવમાં છેતરપિંડીની સાથે એટ્રોસિટી પણ કલમ લગાવાઈ છે.સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, હાલ બીલીમોરામાં રહેતા મોહિની (52 વર્ષ)નો દીકરો રોહન( નામ બદલ્યું છે) ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક્ટર,ડીરેક્ટર અને પ્રોડ્યુસર છે.

2016થી તે એક ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યો છે. તેને ફિલ્મના પ્રોડક્શન માટે રૂપિયાની જરૂરત હતી. તેથી તેની માતા મોહિનીએ ઓળખીતાના માધ્યમથી સુરતના ફાઈનાન્સર રાકેશ રશ્મિકાંત પંચાલનો સંપર્ક કર્યો હતો. રાકેશ રીંગરોડ પર રાજહંસ કોમ્પ્લેક્સમાં ક્રિષ્ણા ફાઈનાન્સથી લોન અપાવવાનું કામ કરે છે. મોહિનીએ રાકેશનો સંપર્ક કરીને 50 લાખ રૂપિયાની લોનની જરૂરત હોવાનું કહ્યું હતું.

રાકેશે લોન અપાવવાનો ભરોસો આપ્યો હતો. અલગ-અલગ ચાર્જીસ પેટેલ તેમજ બેંકના અધિકારીઓને વ્યવહાર આપવો પડશે એવું કહીને કુલ 6.65 લાખ રૂપિયા લીધા હતા. રાકેશે તેમની પાસેથી સહી કરેલા કોરા ચેક અને સહી કરેલ કોરા સ્ટેમ્પ પેપર લીધા હતા. રાકેશે મોહિનીને વધુમાં જણાવ્યું હતું કે, તમે એસટી જાતિમાં આવો છે એટલે લોન સરળતાથી મંજૂર થઈ જશે અને સબસિડી પણ મળશે. પરંતુ રાકેશે લોન મંજૂર કરાવી આપી ન હતી. તેથી મોહિનીએ રૂપિયા પરત માંગતા માત્ર 80 હજાર રૂપિયા પરત આપ્યા હતા.

બાકીના 5.85 લાખ રૂપિયા પરત કર્યા ન હતા. મોહિનીએ કોરા ચેક અને સ્ટેમ્પ પેપર પરત માંગતા રાકેશે ધમકી આપી હતી કે, કોરા ચેકમાં રકમ ભરી તેમને કોર્ટમાં લઈ જઈશ.મોહિનીએ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી. તેની તપાસ ઇકો સેલે કરી હતી. તેના આધારે શુક્રવારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં રાકેશ વિરુદ્ધ છેતરપિંડી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.તપાસ એસીએસટી સેલ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો