તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતના કાપડના વ્યવસાય સાથે સંકળાયેલાં 44 વેપારીઓ સાથે છેતરપિંડી આચરનારા ચેન્નાઇના આરોપી વેપારીની આગોતરા અરજી કોર્ટે કેટલીક શરતો સાથે મંજૂર કરી હતી. જેમાં લેણદારોને રૂપિયા ચૂકવીને તારીખ 22મી માર્ચના રોજ તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો હતો. ઉપરાંત સુરત મર્કેન્ટાઇલ એસોસિએશનને સેટલમેન્ટ દરમિયાન સાથે રાખવાનો આદેશ કરાયો હતો. આ કેસની વધુ સુનાવણી આગામી સાતમી મેના રોજ થશે. ત્યાં સુધી આરોપીની ધરપકડ નહીં કરવાનો પણ કોર્ટે હુકમ કર્યો હતો. જો કે, એ પહેલાં આરોપીએ લેણદારોના રૂપિયા ચૂકવી આપવા પડશે.
કેસની વિગત મુજબ, ચેન્નાઇના સ્ટોર્સ ગોલ્ડ પેલેસ ટેક્સટાઇલના પ્રોપ્રાયટર પલક દુરઇએ શહેરના 44 વેપારી પાસે માલ લઇને તેનું પેમેન્ટ ચૂકવવામાં ઠાગાઠૈયા કર્યા હતા. આથી સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા અરજી કરી હતી, જે નામંજૂર થતાં આરોપીએ હાઇકોર્ટનું શરણું લીધુ હતું.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.