છેતરપિંડી:એમ્બ્રોઇડરીના 5 વેપારીઓ સાથે GSTના નામે 40 લાખની ઠગાઈ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સણિયા હેમાદના જીતુ વસાણીની અગાઉ પણ ધરપકડ થઈ હતી

એમ્બ્રોઇડરીનું જોબ વર્ક કરાવતા પાંચ જેટલા વેપારીઓને વેચેલા માલના સાથે લીધેલી જીએસટીના નામે 40.60 લાખની રકમ સરકારમાં જમા નહીં કરવી ઠગાઇ કરનાર ખોડલ કૃપા આર્ટના સંચાલક જીતુ વસાણી સામે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ઠગાઇ નોંધાઈ છે. અગાઉ જીતુ વસાણીની જીએસટી ચોરીમાં ધરપકડ થઈ હતી.

ડભોલી ચાર રસ્તા શ્રીજી નગરી સોસાયટીમાં રહેતા અને એમ્બ્રોઇડરી જોબવર્ક કરતા ‌વિશાલ ધીરૂ ગાબાણીએ ફ‌રિયાદમાં જણાવ્યું કે, બે વર્ષ પહેલા રઘુકુળ માર્કેટ ખાતે જીતુ ભીખુ વસાણી (રહે.ચિત્રકુટ સોસાયટી, ‌કતારગામ) સાથે પ‌રિચય થયો હતો. ત્યારે જીતુએ પોતે સણીયા હેમાદની શુભમ ઇન્ડસ્ટ્રીઝ અને પુણા કુંભારીયાની હરીઓમ ઇન્ડસ્ટ્રીઝમાં ખોડલ આર્ટમાં મોટા પાયે વેલવેટના કપડા અને જરી ધાગાના વેચાણ કરે છે. ત્યારબાદ ‌વિશાલ ગાબાણી અને તેમના પ‌રિચીતો, સંબંધીઓ ‌રિમ્પલબેન મોરડીયા, હ‌રિકૃષ્ણ નાનજી મોરડીયા, ‌વિપુલ નાનજી મોરડીયા, ‌‌વિરલ ધરમશી ગાબાણી અને વાસુદેવ ફેશનના ‌વિજય ડુંગર પટેલે જીતુ વસાણી સાથે વેપાર કર્યો હતો અને તેની પાસેથી જે પણ કાપડનો જથ્થો ખરીદ્યો હતો તેનું જીએસટી સ‌હિતનું પેમેન્ટ જીતુ વસાણીને ચુકવી દીધું હતું.

આ તરફ જીએસટી નંબરના આધારે જીએસટી ‌વિભાગ દ્વારા આ તમામ એમ્બ્રોઇડરીનું કામ કરનાર વેપારીઓને નોટીસ અપાઈ હતી. જે બાબતે એમ્બ્રોઇડરીના વેપારીઓએ જીએસટી ‌વિભાગને જીતુ વસાણીને જીએસટી સાથે રકમ ચુકવી દીધાનું જણાવ્યું હતું. આ તરફ જીએસટી ‌વિભાગે તપાસ કરી હતી ત્યારે જીતુએ જમા કરાવવાના જીએસટીના 40.63 લાખ નહીં ભર્યા હોવાનું જણાવ્યું હતું. જેના અનુસંધાને એમ્બ્રોઇડરીના વેપારીઓએ ચોકબજાર પોલીસ મથકમાં જીતુ વસાણી ‌વિરૂધ્ધ અરજી કરી હતી. જેમાં પોલીસે તપાસના અંતે આજે જીતુ વસાણી ‌વિરૂધ્ધ ગુનો દાખલ કર્યાે હતાે. જીતુએ જીએસટીના નાણાં ગજવે ઘાલવા ગજરાબેન ‌દિનેશ ડાંગીયાના નામે ખોડલ કૃપા આર્ટ નામની બોગસ પેઢી બનાવી નાણાં જમા કરાવ્યા ન હતા. ત્રણ મ‌હિના પહેલા જીએસટી ‌ડિપાર્ટમેન્ટે પણ જીતુની ધરપકડ કરી હતી. છુટ્યા બાદ ભોગ બનનાર વેપારીઓએ પૈસા માંગ્યા તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ચોકબજાર પોલીસે વધુ તપાસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...