• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Fraud Of Rs 36,000 With Contractor Under The Pretext Of Issuing Duplicate Share Certificates In Surat, Gang Of Three Including Women Extorted Rs

છેતરપિંડી:સુરતમાં ડુપ્લીકેટ શેર સર્ટીફિકેટના અપાવાને બહાને કોન્ટ્રાક્ટર સાથે 36 હજારની ઠગાઈ, મહિલા સહિત ત્રણની ટોળકીએ રૂપિયા પડાવ્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • રોકાણ કરેલા 1.60 લાખની સામે 6.93 લાખ પાક્યા હોવાનું કહી ઠગાઈ

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ડુપ્લીકેટ શેર સર્ટીફિકેટના અપાવાને બહાને કોન્ટ્રાક્ટર સાથે 36 હજારની ઠગાઈ થઈ હતી. બાંધકામ કોન્ટ્રાકટરે ઓનલાઈન કન્સેપ્ટ વેલ્યુ કંપનીમાં રોકાણ કરેલા 1.60 લાખની સામે 6.93 લાખ આપવાને બહાને મહિલા સહિતની ત્રણ જણાની ઠગબાજ ટોળકીએ છેતરપિંડી કરી હતી. ઠગ ટોળકીએ કંપનીના ડુપ્લીકેટ શેર સર્ટીફિકેટ બનાવી આપવા અને ટેક્સના બહાને 36 હજાર રૂપિયા પડાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

રોકાણ અંગેના સર્ટીફિકેટ મળ્યા ન હતા
પોલીસ ફરિયાદમાં નોંધાવ્યા પ્રમાણે, કાપોદ્રા સ્વામીનારાયણનગરમાં રહેતા મૂળ ભાવનગરના ગારીયાધારના વતની બિપીનભાઈ રાધવભાઈ માંગુકીયા (ઉ.વ.42) બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બિપીનભાઈએ 2014માં કન્સેપ્ટ વેલ્યુ કંપનીએ સારુ વળતર આપતા હોવાની વિવિધ સ્કીમની ઓનલાઈન જાહેરાત જાઈ હતી. બિપીનભાઈએ 1.60 લાખનું રોકાણ કર્યું હતુ અને તેના અલગ અલગ રકમના ચેકો આપ્યા હતા. એજન્ટે રોકાણ અંગેના સર્ટીફિકેટ ત્રણ મહિનામાં કુરીયર મારફતે મળી જવાનું કહ્યું હતું. થોડા સમયબાદ કુરીયરમાં કંપનીના ત્રણ કાર્ડ અને ગીફ્ટ વાઉચર મળ્યા હતા. જોકે રોકાણ અંગેના સર્ટીફિકેટ મળ્યા ન હતા. જેતે સમયે બિપિનભાઈએ ધ્યાન પણ આપ્યું ન હતું.

12536 એનઈએફટી દ્વારા ટ્રાન્સફર કર્યા હતા
ગત 24 ડિસેમ્બર 2019ના રોજ મેરોક કંપની કન્સેપ્ટ વેલ્યુ કાર્ડમાંથી અંજલી શર્મા નામની યુવતીનો ફોન આવ્યો હતો અને તેણે કન્સેપ્ટ વેલ્યુ કાર્ડમાં રોકાણ કરેલ રકમ પાકી ગઈ છે અને ડીવીડન્ટ પેટે રૂપિયા 6,93,630 મળવા પાત્ર છે પરંતુ તે પહેલા કે.વાય.સી. ઈ મેઈલ કરવાનું કહી આધાર કાર્ડ, પાનકાર્ડ, ફોટો, કેન્સલ ચેક અન શેર સર્ટીફિકેટ મંગાવ્યા હતા. બિપીનભાઈએ પોતાની પાસે શેર સર્ટીફિકેટ ન હોવાનુ કહેતા અંજલીએ ડુપ્લીકેટ શેર સર્ટીફિકેટ કઢાવવા માટે મેક્ષ બ્રોકર સર્વિસના મનીષા સાથે વાતો કરાવી ચાર્જ પેટે રૂપિયા 12536 એનઈએફટી દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. ઠગબાજોએ બિપીનભાઈને ડુપ્લીકેટ શેર સર્ટીફિકેટ મોકલી આપ્યા હતા.

72 કલાકમાં રૂપિયા ખાતામાં આવી જવાનો વિશ્વાસ આપ્યો હતો
બીજા દિવસે કોલ કરી કેવાયસી વેરીફિકેશન વેરીફાઈ થઈ ગયું હોવાનું જણાવી 72 કલાકમાં તમારા ખાતામાં ડીવીડન્ટ પેટે રૂપિયા 6.93 લાખ જમા થઈ જશે હોવાનો વિશ્વાસ આપ્યો હતો. જાકે ખાતામાં પૈસા જમા થયા ન હતા. દરમિયાન બિપીનભાઈને ફરીથી કોલ કરી ટેક્સ પેટે 24170 રૂપિયા જમા કરાવડાવ્યા હતા. ત્યારબાદ મેઈલ ઉપર ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હોવાની એનઈએફટીની રસીદ મોકલી હતી. બિપીનભાઈએ બેંકમાં જઈ તપાસ કરતા ખાતામાં પૈસા જમા થયા ન હતા. બિપીનભાઈએ સામે રોહીત શર્માને ફોન કરતા તેણે ધીરજ રાખો પૈસા જમા થઈ જશે હોવાનું કહી વિશ્વાસ આપ્યો હતો. જોકે, ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા ન હતા ઠગબાજ ટોળકીએ બિપીનભાઈને ડુપ્લીકેટ શેર સર્ટીફિકેટ અને ટેક્સ પેટે મળી કુલ 36706 ટ્રાન્સફર કરાવી વિશ્વાસધાત કર્યો હતો. પોલીસે બિપીનભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.