તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રાજકોટના જમીન દલાલની વેપારી સાથે 35 લાખની ઠગાઈ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ હાઇવે પર જમીન અપાવવા રૂપિયા લીધા હતા

સુરતના સ્ક્રેપના વેપારીને રાજકોટ અમદાવાદ હાઇવે પર જમીન અપાવવાના બહાને 35 લાખ રૂપિયા લઇ છેતરપિંડી કરનાર રાજકોટના જમીન દલાલ સામે ખટોદરા પોલીસમાં ગુનો નોંધાયો છે.અલથાણ સ્વસ્તિક બંગ્લોઝમાં રહેતા ભરતભાઇ મોતીભાઇ સાપોલીયા કેમિકલ અને સ્ક્રેપનો ધંધો કરે છે.

રાજકોટમાં રહેતા નાગજી મોહનભાઇ વેકરીયા સાથે તેમને છેલ્લા 12 વર્ષથી ધંધાકીય સંબંધ છે. વર્ષ 2017માં ભરતભાઇ રાજકોટ ગયા હતા અને નાગજીભાઇને તેઓ રાજકોટ નજીક સ્ક્રેપનાં ગોડાઉન માટે જમીન શોધી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી નાગજી વેકરીયાએ આર્કિટેક્ટ અને જમીન દલાલ પંકજ રમેશ સોદાગર (વિશ્રાંકનગર, રાજકોટ) સાથે મુલાકાત કરાવી હતી.

પંકજે ભરતભાઇને રાજકોટ અમદાવાદ હાઇવે પર એક જમીન35 લાખમાં ખેડૂત વેચવા માંગે છે એમ જણાવ્યું હતું. ભરતભાઇને જમીન પસંદ પડતા તેમણે પંકજને 35 લાખ આપી દીધા હતા. બાદમાં પંકજે દસ્તાવેજ કરાવી ન આપતા ભરતભાઇએ પૈસા પરત માંગ્યા હતા. પંકજે પૈસા કે જમીન આપવાનો ઇન્કાર કરતાં ભરતભાઇએ ખટોદરા પોલીસમાં પંકજ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો